Home /News /national-international /Congress President: રાહુલ ગાંધી ના પાડે તો અશોક ગેહલોતને પાર્ટી અધ્યક્ષ બનાવી શકે છે કોંગ્રેસ : સૂત્ર

Congress President: રાહુલ ગાંધી ના પાડે તો અશોક ગેહલોતને પાર્ટી અધ્યક્ષ બનાવી શકે છે કોંગ્રેસ : સૂત્ર

પાર્ટી સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધી હજુ પણ કોંગ્રેસ અધ્યક્ષ (Congress President)પદ સંભાળવામાં અચકાઇ રહ્યા છે

Congress President: સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં નવા અધ્યક્ષ પસંદ કરવાની સમય સીમા નક્કી કરવામાં આવી છે, રાહુલ ગાંધીએ અત્યાર સુધી સ્પષ્ટ જવાબ આપ્યો નથી

  નવી દિલ્હી : કોંગ્રેસના (Congress)સૂત્રોના હવાલાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના મતે જો રાહુલ ગાંધી (Rahul Gandhi)કોંગ્રેસ અધ્યક્ષ બનવાની ના પાડશે તો પાર્ટી અશોક ગેહલોતને (Ashok Gehlot)કોંગ્રેસ અધ્યક્ષ બનાવી શકે છે. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધી હજુ પણ કોંગ્રેસ અધ્યક્ષ (Congress President)પદ સંભાળવામાં અચકાઇ રહ્યા છે. સંગઠન ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં નવા અધ્યક્ષ પસંદ કરવાની સમય સીમા નક્કી કરવામાં આવી છે. જોકે રાહુલ ગાંધીએ અત્યાર સુધી સ્પષ્ટ જવાબ આપ્યો નથી. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં અધીર રંજન ચૌધરીના સવાલ પર રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ સંભાળવાની સંભાવના પર વિચાર કરવા કહ્યું હતું.

  આ કારણે પાર્ટી અશોક ગેહલોતના નામ પર વિચાર કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં પાર્ટીના મામલામાં તેમની સક્રિયતા વધી છે. જોકે અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રીનું પદ છોડવા માંગતા નથી. કોંગ્રેસ પાર્ટીમાં મંથન થઇ રહ્યું છે અને રાહુલ ગાંધીને મનાવવાનો પ્રયત્ન થશે. જો રાહુલ ગાંધી સ્પષ્ટ રીતે ઇન્કાર કરશે તો અશોક ગેહલોતને અધ્યક્ષ બનાવવાની સંભાવના પર મંથન થઇ રહ્યું છે.

  આ પણ વાંચો - સંજય રાઉતના ઘરેથી મળી આવ્યા આટલા રોકડા રૂપિયા, ભાઇએ કહ્યું- અયોધ્યા માટે હતા બંડલ

  જણાવી દઈએ કે આ મહિને 20 ઓગસ્ટે કોંગ્રેસ સંગઠનમાં ચૂંટણીની પ્રક્રિયા પુરી થઇ રહી છે. આ ક્રમમાં કોંગ્રેસ ચૂંટણી સમિતિના મુખિયા મધુસુદન મિસ્ત્રી બુધવારે દિલ્હી જઈ રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના મીડિયા વિભાગને આ વિશે સવાલ પુછતા તેમણે કશું પણ કહેવાનો ઇન્કાર કર્યો છે.

  સૂત્રોના મતે રાહુલ ગાંધીએ જ્યારે અધ્યક્ષ પદ છોડ્યું હતું ત્યારે પાર્ટી માટે બિન ગાંધી અધ્યક્ષની વકાલત કરી હતી. આ પછી પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ વાસનિકનું નામ અધ્યક્ષ પદ માટે સામે આવ્યું હતું. જોકે વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને વિનંતી કરીને વચગાળાના અધ્યક્ષ બનવા માટે રાજી કરી લીધા હતા.

  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંસદમાં સત્તાપક્ષ તરફથી મોંઘવારી વધી હોવાની વાત ફગાવવાને લઇને સરકાર પર પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આંખો પર અહંકારની પટ્ટી બાંધીને પોતાના મિત્રોને ભારતની સંપત્તિઓ ફ્રી ફંડ માં વેચી રહી છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Ashok Gehlot, Congress News, કોંગ્રેસ, રાહુલ ગાંધી

  विज्ञापन
  विज्ञापन