Congress Manifesto: પ્રિયંકા ગાંધીએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ
પ્રિયંકા ગાંધીએ ઉત્તરાખંડ કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર કરીને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી (Uttarakhand Vidhan Sabha Election) માટે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધી ((Priyanka Gandhi)એ ભાપજ પર મસમોટા આરોપો લગાવ્યા છે.
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી (Uttarakhand Vidhan Sabha Election) માટે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)એ બુધવારે દેહરાદૂનમાં વર્ચ્યુઅલ રેલી દ્વારા પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો અને વચન આપ્યું કે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો 200 યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવશે. ઉત્તરાખંડના પાંચ લાખ પરિવારોને વાર્ષિક રૂ. 40,000 આપવા જેવા અનેક વચનો આપતી વખતે પ્રિયંકા ગાંધીએ ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકારને પણ આડે હાથ લીધી હતી અને ભાજપને અનેક મુદ્દાઓ પર નિષ્ફળ ગણાવી હતી.
ઉત્તર પ્રદેશ માટે કોંગ્રેસના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરી રહેલા પ્રિયંકા ગાંધીએ ઉત્તરાખંડમાં કોંગ્રેસના ભવ્ય અભિયાનની શરૂઆત કરતી વખતે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર દ્વારા ડબલ એન્જિનનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ પેટ્રોલ અને ડીઝલ એટલા મોંઘા છે કે તેમનું એન્જિન અટકી ગયું છે. એટલું જ નહીં ગાંધીએ ભાજપ પર ઉત્તરાખંડમાં પાંચ વર્ષમાં ત્રણ મુખ્યમંત્રી બદલવા સિવાય કોઈ ફેરફાર ન લાવવાનો આરોપ પણ લગાવ્યો. પ્રિયંકા ગાંધીએ મોંઘવારી રોજગાર અને મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ પર પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
પ્રિયંકા ગાંધીનું મોટું નિવેદન
- રાજકીય પક્ષો મહિલાઓ વિશે વાત કરતા નથી, જ્યારે ઉત્તરાખંડમાં દર 5 મિનિટે એક મહિલા પર અત્યાચાર થાય છે. - મહિલાઓ બેરોજગારીનો સૌથી મોટો ભોગ બને છે. - નેતાઓ અહીં ધર્મ, જાતિની વાત કરે છે, રોજગારી કેમ નથી? કારણ કે નોકરીઓ આપવામાં આવી નથી તેથી જગ્યાઓ ખાલી પડી છે. - ભાજપની 5 વર્ષની સરકારમાં કોઈ વિકાસ થયો નથી અને જનતા પણ પરેશાન થઈ ગઈ છે. - દેશના શેરડી પકવતા ખેડૂતોના લેણાં 14 હજાર કરોડ છે અને વડાપ્રધાનના બે વિમાનોની કિંમત 16 હજાર કરોડ છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તમામ ખેડૂતોના લેણાં આપી શકાયા હોત, પરંતુ વડાપ્રધાને શું પસંદ કર્યું? પોતના માટે જહાજ. તેમણે મતદારોને કહ્યું કે,'કોંગ્રેસના રૂપમાં તમારી પાસે હંમેશા એક વિકલ્પ હોય છે, જે તમારા માટે કામ કરવા માટે સતત ઉભી રહે છે.' તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ લોકોમાં ભાગલા પાડવાનું કામ કરે છે. ઘરના વડા ઘર તોડી પાડવામાં રોકાયેલા છે. નકારાત્મક રાજકારણને નકારી કાઢો. કોઈપણ પક્ષનો નેતા આવે તો તેને પૂછો કે તે તમારા માટે શું કામ કરશે.
દેવભૂમિ સાથેના કૌટુંબિક સંબંધને જણાવ્યું
પ્રિયંકા ગાંધીએ વર્ચ્યુઅલી સંબોધન કરતાં કહ્યું કે તેમના પરિવારનો દેહરાદૂન સાથે જૂનો સંબંધ છે. આપણે ઘણી પેઢીઓથી આ રાજ્યમાં આવીએ છીએ. અમે પણ અહીંથી જ ભણ્યા છીએ અને મારા બાળકો પણ અહીંથી જ ભણ્યા છે. ભાજપ સરકાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે મોંઘવારી અટકાવવી અમારા હાથમાં નથી, પરંતુ રાહત આપવી એ અમારા હાથમાં છે.
- ઉત્તરાખંડમાં 21 પ્રકારની પેન્શન લાગુ કરવામાં આવશે. - સ્વરોજગાર, શિક્ષણ, આરોગ્ય પર કામ કરશે. - 5 લાખ ગરીબોને દર વર્ષે 40 હજાર રૂપિયા આપશે. - પ્રથમ વર્ષ 100 યુનિટ વીજળી ફ્રી, આવતા વર્ષે 200 યુનિટ વીજળી ફ્રી. - ચાર લાખ યુવાનોને રોજગાર આપવાનું વચન.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર