કોંગ્રેસમાં મોટો ફેરફાર, ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલનું કદ ઘટ્યું, શક્તિસિંહ ગોહીલ દિલ્હી અને બિહારના ઇન્ચાર્જ

ફાઇલ ફોટો

ગુલામ નબી આઝાદને (Ghulam Nabi Azad)હરિયાણાના પ્રભારી મહાસચિવ પદથી હટાવી દેવામાં આવ્યા

 • Share this:
  નવી દિલ્હી : કોંગ્રેસમાં (Congress)મોટો ફેરફાર કરતા 23 નેતાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા છે. ગુલામ નબી આઝાદને (Ghulam Nabi Azad)હરિયાણાના પ્રભારી મહાસચિવ પદથી હટાવી દેવામાં આવ્યા છે. સોનિયા ગાંધી માટે બનાવેલી સલાહકાર સમિતિમાં પણ ગુલામ નબીનો સમાવેશ કરાયો નથી. ગુલાબ નબી આઝાદ અને આનંદ શર્મા ફક્ત વર્કિંગ કમિટીના સભ્ય રહેશે. જિતીન પ્રસાદને બંગાળના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ફેરફારમાં કપિલ સિબ્બલનું પણ કદ ઘટ્યું છે.

  શક્તિસિંહ ગોહીલને દિલ્હી અને બિહારના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. રાજીવ સાતવને ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દિવના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.

  આશા કુમારીની પંજાબમાંથી છુટ્ટી કરી દેવામાં આવી છે. હરીશ રાવત હવે પંજાબ કોંગ્રેસના પ્રભારી મહાસચિવનું પદ સંભાળશે. પાર્ટીમાં રણદીપસિંહ સુરજેવાલાનું કદ વધ્યું છે. તે મહાસચિવ પદ પર યથાવત્ રહેશે. આ સિવાય સોનિયા ગાંધીને પરામર્શ આપનાર કમિટીમાં પણ સમાવેશ થયો છે. . સુરજેવાલાને કર્ણાટકના પ્રભારી પણ બનાવ્યા છે. કોંગ્રેસ કાર્યસમિતિમાં રાહુલ ગાંધીનું કદ હજુ પણ ઉપર છે. સોનિયા ગાંધી અને મનમોહન સિંહ પછી રાહુલનું ત્રીજું સ્થાન છે. રાહુલના ખાસ મધુસુદન મિસ્ત્રીનું કદ પણ વધ્યું છે. અરવિંદર સિંહ લવલીનું પણ કદ વધ્યું છે.

  આ પણ વાંચો - અમદાવાદ : એએમસી કોરોનાના આંકડા છુપાવી ગોલમાલ કરતું હોવાની ચર્ચા

  સોનિયા ગાંધીએ પાર્ટી મામલામાં પોતાની મદદ માટે વિશેષ સમિતિ ગઠિત કરી છે. જેમાં એકે એન્ટોની, અહમદ પટેલ, અંબિકા સોની, કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક અને રણદીપ સુરજેવાલાનો સમાવેશ કર્યો છે. સોનિયા ગાંધીએ પી ચિદમ્બરમ, જિતેન્દ્ર સિંહ, તારિક અનવર અને રણદીપ સુરજેવાલાને સીડબલ્યુસીના નિયમિત સભ્ય બનાવ્યા છે.

  કેસી વેણુગોપાલને સંગઠનની જવાબદારી આપવામાં આવી છે. પ્રિયંકા ગાંધીને યૂપીના પ્રભારી બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ મહાસચિવોમાં મુકુલ વાસનિકને મધ્ય પ્રદેશની, ઓમન ચાંડીને આંધ્ર પ્રદેશની, તારિક અનવરને કેરલ અને લક્ષ્યદ્વીપ, જિતેન્દ્રસિંહને અસમ અને અજય માકનને રાજસ્થાનની જવાબદારી આપવામાં આવી છે.
  Published by:Ashish Goyal
  First published: