ન્યૂઝ 18 ગુજરાતી : લોકસભા ચૂંટણીના થોડા મહિના પહેલાં રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી લેનાર પ્રિયંકા ગાંધીને ભાઈ રાહુલે પક્ષમાં મહાસચિવ બનાવી અને ઉત્તર પ્રદેશના પ્રભારીનું પદ સોંપ્યું હતું. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના હોમ ગ્રાઉન્ડ પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે પ્રિયંકાએ જવાબદારી સંભાળી અને કામકાજ શરૂ કર્યુ હતું. જોકે, પ્રિયંકાના રાજકારણ પ્રવેશનો નફો ઓછો અને નુકસાન વધારે થયું છે.
આ સંયોગ જ ગણાશે કે જે વિસ્તારમાં પ્રિયંકાએ ચૂંટણીનો પ્રચાર કર્યો તે તમામ બેઠકો પર કોંગ્રેસની કારમી હાર થઈ છે. આ અમે નથી કહેતા પરંતુ ચૂંટણીનું પરિણામ કહે છે. ઉત્તર પ્રદેશથી લઈને પંજાબ અને દિલ્હી સુધી દરેક જગ્યાએ આવી જ હાલત છે. પ્રિયંકાના પ્રચાર છતાં કોંગ્રેસના ઉમેદવારોની હાર થઈ છે.
સતત હાર પ્રિયંકાએ ઉત્તર પ્રદેશની 012 બેઠકો પર પ્રચાર કર્યો હતો જેમાંથી 11 બેઠકો પર કોંગ્રેસની કારમી હાર થઈ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ આસામ, સિલ્ચર, હરિયાણા, અંબાલા, હિસાર, રોહતકમાં પ્રચાર કર્યો હતો. તેણે દિલ્હી, મધ્યપ્રદેશ, રતલામ, ઇંદોર અને હિમાચલ પ્રદેશના મંડીમાં પ્રચાર કર્યો હતો. જોકે, આ તમામ બેઠકો પર કોંગ્રેસને નિરાશા હાથ લાગી છે.
પૂર્વ યુપીમાં કોંગ્રેસનો સફાયો પ્રિયંકા ગાંધી પૂર્વી યુપીના પ્રભારી હતા. જોકે, આ વિસ્તારમાં કોંગ્રેસનો સફાયો થયો છે. ગાંધી પરિવારના ગઢ જેવી બેઠક અમેઠીમાં પણ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત કુશીનગર, બારાબંકી, કાનપુર, ફેતપુર સિકરી, ઝાંસી, પ્રતાપગઢ, જૌનપુર, સુલ્તાનપુર, બસ્તી વિસ્તારમાં હારનો સામનો કરવો પડ્યો છે.
ગઠબંધનમાં સ્થાન ન મળવાના કારણે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડી હતી. 80માંથી 67 સીટ પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા. કોંગ્રેસ પ્રિયંકાનો સામનો કરી અને પોતાની જમીન શોધવામાં લાગેલી હતી જોકે, આવું કઈ પણ જોવા મળ્યું નહોતું.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર