Home /News /national-international /સંસદીય સમિતિમાં મોટા ફેરફાર: કોંગ્રેસના હાથમાંથી કેટલીય સમિતિના અધ્યક્ષ પદ સરકી ગયાં

સંસદીય સમિતિમાં મોટા ફેરફાર: કોંગ્રેસના હાથમાંથી કેટલીય સમિતિના અધ્યક્ષ પદ સરકી ગયાં

સંસદીય સમિતિમાં ફેરફાર (ફાઈલ ફોટો)

શિંદે જૂથના શિવસેના સાંસદ આઈટી પર સંસદીય પેનલના પ્રમુખ છે. તેમણે કોંગ્રેસના સાંસદ શશિ થરુરની જગ્યા લીધી છે. જે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણી લડી રહ્યા છે.

    નવી દિલ્હી: સંસદીય સમિતિમાં ફેરબદલ બાદ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના હાથમાંથી ગૃહ વિભાગ અને આઈટી વિભાગની સંસદીય સમિતિની અધ્યક્ષતા સરકી ગઈ છે. તો વળી દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટી ટીએમસીને કોઈ પણ સમિતિની અધ્યક્ષતા નથી મળી. ટીએમસી કોંગ્રેસે પહેલા ખાદ્ય અને અને ગ્રાહક બાબતોના મંત્રાલયની સંસદીય પેનલની અધ્યક્ષતા કરી હતી. તાજેતરમાં ફેરબદલમાં છ મુખ્ય સંસદીય સમિતિઓની અધ્યક્ષતા ભાજપ અને તેના સહયોગીઓ પાસે છે. ગૃહ, આઈટી, રક્ષા, વિદેશ, નાણાકીય અને સ્વાસ્થ્ય સંસદીય સમિતિઓની અધ્યક્ષતા ભાજપ તથા સહયોગીઓ પાસે છે.

    કોંગ્રેસ સાંસદ જયરામ રમેશને વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી, પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન પર સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. ઉત્તર પ્રદેશથી ભાજપના રાજ્યસભા સાંસદ બ્રજલાલને ગૃહવિભાગની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. લાલે કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંઘવીની જગ્યા લીધી છે. આ તમામની વચ્ચે ભાજપના લોકસભા સાંસદ રાધા મોહન સિંહને રેલવેની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા છે.

    આ પણ વાંચો: ચૂંટણીમાં મફતની રેવડીઓ પર લગામ લગાવશે ચૂંટણી પંચ, ગુજરાત અને હિમાચલ ચૂંટણી પહેલા લાગૂ થઈ શકે છે નવો નિયમ

    શિંદે જૂથના શિવસેના સાંસદ આઈટી પર સંસદીય પેનલના પ્રમુખ બન્યા છે. તેમને કોંગ્રેસ સાંસદ શશિ થરુરનું સ્થાન લીધું છે. જે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણી લડી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણા વિભાગ પર સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા છે.


    ફુડ પર પેનલની અધ્યક્ષતા ભાજપ સાંસદ લોકેટ ચેટર્જી કરશે અને હેલ્થ પેનલની અધ્યક્ષા એક અન્ય ભાજપ નેતા વિવેક ઠાકુર કરશે. આ તમામની વચ્ચે દ્રવિડ મુનેત્ર કડગમને ઉદ્યોગ પર સંસદીય પેનલની અધ્યક્ષતા આપી છે. જે પહેલા ટીઆરએસ પાસે હતી.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन
    विज्ञापन