સીએમ કમલનાથે કહ્યું - સાબિત કરીશું બહુમત, ધારાસભ્યો અમારા સંપર્કમાં

News18 Gujarati
Updated: March 10, 2020, 9:59 PM IST
સીએમ કમલનાથે કહ્યું - સાબિત કરીશું બહુમત, ધારાસભ્યો અમારા સંપર્કમાં
કોંગ્રેસ નેતાઓનો આરોપ - ધારાસભ્યોને અંધારામાં રાખીને લઈ જવામાં આવ્યા

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પોતાના વિશ્વાસુ સજ્જન સિંહ વર્માને નારાજ ધારાસભ્યોને મનાવવાની જવાબદારી સોપી

  • Share this:
ભોપાલ : મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પોતાના વિશ્વાસુ સજ્જન સિંહ વર્માને નારાજ ધારાસભ્યોને મનાવવાની જવાબદારી સોપી છે. એટલે કે હવે સરકાર બચાવવાની જવાબદારી સજ્જન સિંહ વર્માના ખભા પર છે. નારાજ ધારાસભ્યને મનાવવા માટે તે બેંગલુરુ રવાના થઈ શકે છે. તેમની સાથે બે મંત્રીઓ પણ જાય તેવા સમાચાર છે. આ નેતા સ્પેશ્યલ પ્લેનથી જશે. મધ્ય પ્રદેશમાં ચાલી રહેલી કોંગ્રેસની વિધાયક દળની બેઠક ખતમ થઈ ગઈ છે. આ બેઠકમાં કોંગ્રેસના 94 ધારાસભ્યો સામેલ થયા હોવાની વાત સામે આવી રહી છે. બેઠકમાં એ નિર્ણય કરવામાં આવ્યો છે કે કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા અસંતુષ્ઠ ધારાસભ્યોને મનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. મુખ્યમંત્રી કમલનાથે કહ્યું હતું કે અમારી પાસે બહુમત છે. ચિંતાની કોઈ વાત નથી. જે ધારાસભ્યો ગયા છે તે સંપર્કમાં છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ધારાસભ્યોના રાજીનામાં મંજૂર કરવામાં આવ્યા નથી. રાજનીતિમાં દરેક સંભાવના પર ચર્ચાઓ થાય છે. કોંગ્રેસ નેતાઓનો આરોપ છે કે ધારાસભ્યોને અંધારામાં રાખીને રાજ્યસભા ચૂંટણીની વાત કહીને લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો - રાજ્યસભાની ટિકિટો પર રાજસ્થાન કોંગ્રેસમાં મતભેદ, શું અહીં પણ એમપી જેવું થશે?

કોંગ્રેસ નેતા શોભા ઓઝાએ એક બેઠક પછી કમલનાથ સરકાર પણ કોઈપણ ખતરો હોવાની વાત નકારી દીધી છે. કોંગ્રેસ નેતાએ વિધાનસભામાં બહુમત સિદ્ધ કરવાની વાત પણ કહી છે. કોંગ્રેસ નેતાનો દાવો છે કે કોંગ્રેસના જે ધારાસભ્યો અહીં હાજર નથી તે કોંગ્રેસના પક્ષમાં રહેશે. કોંગ્રેસના આ ધારાસભ્યોને અંધારામાં રાખીને લઈ જવામાં આવ્યા છે. તેમને રાજ્યસભા ચૂંટણીની વાત કહીને ત્યાં લઈ જવામાં આવ્યા છે. તે બધા ધારાસભ્યો સીએમ કમલનાથના સંપર્કમાં છે. કોંગ્રેસના ધારાસભ્ય લક્ષ્મણ સિંહે બેઠક પછી કહ્યું કે અમારી પાસે પુરતા પ્રમાણમાં સંખ્યા બળ છે. સરકારને કોઈ ખતરો નથી. અમારી પાસે 94 ધારાસભ્ય છે અને કોંગ્રેસની નૈતિકતાને કોઈપણ નીચે કરી શકે નહીં.
First published: March 10, 2020, 9:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading