સચિન પાયલટ સાથે મુલાકાત પછી ગેહલોતે કહ્યું - અપને તો અપને હોતે હૈ

સચિન પાયલટ સાથે મુલાકાત પછી ગેહલોતે કહ્યું - અપને તો અપને હોતે હૈ
CM ગેહલોતના ઘરે પહોંચ્યા સચિન પાયલટ, 34 દિવસ પછી પ્રથમ મુલાકાત

ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ થવા પહોંચેલા પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટનું સીએમ અશોક ગેહલોતે શાનદાર સ્વાગત કર્યું

 • Share this:
  જયપુર : શુક્રવારથી શરૂ થનાર વિધાનસભા સત્ર (Assembly session)પહેલા આજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક જયપુરમાં યોજાઈ હતી. આ બેઠક મુખ્યમંત્રી અશોક ગેહલોતના (Ashok Gehlot)સરકારી આવાસ પર થઈ હતી.. જેમાં સીએમ અશોક ગેહલોત સિવાય બળવો કરનાર પૂર્વ પીસીસી ચીફ સચિન પાયલટ, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલ અને રાજસ્થાન પીસીસી ચીફ ગોવિંદ સિંહ ડોટાસરા પણ હાજર હતા. તમને જણાવી દઈએ કે લગભગ એક મહિના સુધી ચાલેલા રાજનીતિક સંગ્રામ પછી થઈ રહેલી આ બેઠકમાં સીએમ ગેહલોત અને સચિન પાયલટની મુલાકાત થઈ હતી. સચિન પાયલટ સાથે મુલાકાત પછી ગેહલોતે કહ્યું કે અમે વિધાનસભામાં પ્રસ્તાવ પોતે લાવીશું, જે વાતો થઈ તે ભૂલાવી દો. અમે આ 19 ધારાસભ્યો વગર પણ બહુમત સાબિત કરી દેત પણ તે ખુશી થઈ ન હોત. અપને તો અપને હોતે હૈ.

  સચિન પાયલટ સમર્થક ધારાસભ્ય પણ સીએમ આવાસ પર પહોંચ્યા હતા. આ સિવાય કોંગ્રેસના ધારાસભ્ય પણ ત્રણ બસોમાં સવાર થઈને હોટલ ફેયરમોંટથી સીએમ આવાસ પહોંચ્યા હતા.  આ પણ વાંચો - ભારત સિવાય અન્ય 5 દેશ પણ મનાવે છે 15 ઑગસ્ટના દિવસે પોતાની ‘આઝાદીનો ઉત્સવ’

  ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ થવા પહોંચેલા પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટનું સીએમ અશોક ગેહલોતે શાનદાર સ્વાગત કર્યું હતું. બંને 34 દિવસ પછી એકબીજાને મળ્યા હતા.

  પાયલટ અને ગેહલોતની મુલાકાત પહેલા અશોક ગેહલોત સરકાર સામ ષડયંત્રના આરોપી પૂર્વ પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહ અને ધારાસભ્ય ભંવરલાલ શર્માના સસ્પેન્સને કોંગ્રેસ પાર્ટીએ પાછું લઈ લીધું છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ તેની જાણકારી આપતા ટ્વિટ કર્યું કે ચર્ચા પછી એ નિર્ણય કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને વિશ્વેન્દ્ર સિંહના સસ્પેન્સનને રદ કરવામાં આવ્યું છે.
  Published by:Ashish Goyal
  First published:August 13, 2020, 18:08 pm

  ટૉપ ન્યૂઝ