Home /News /national-international /

રાહુલ ગાંધી સાથે ઉપવાસ પહેલા છોલે-ભટૂરેની પાર્ટી કરતા કોંગ્રેસ નેતાઓનો ફોટો વાયરલ

રાહુલ ગાંધી સાથે ઉપવાસ પહેલા છોલે-ભટૂરેની પાર્ટી કરતા કોંગ્રેસ નેતાઓનો ફોટો વાયરલ

  દેશભરમાં દલિતો પર થઈ રહેલા અત્યાચારની ઘટનાઓ અને મોદી સરકારની નિષ્ફળતા વિરુદ્ધ સોમવારે વિપક્ષની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસનું દેશવ્યાપી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ બધા વચ્ચે કોંગ્રેસ નેતાઓની એક તસવીર સામે આવી છે. જેમાં કોંગ્રેસ નેતા અજય માકન સહિત કેટલાક નેતા દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં છોલે-ભટૂરેની મેજબાની માણી રહ્યા છે. દિલ્હી બીજેપી નેતા હરીશ ખુરાનાએ એવો દાવો કર્યો છે કે, ન્યૂઝ એજન્સી એએનઆઈએ આની તસવીર પોતાના ટ્વીટર હેન્ડલ પર  શેર કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજઘાટ પર પહોંચ્યા. તેમણે બાપૂની સમાધી પર શ્રદ્ધાંજલિ આપી અને સાંકેતિક ઉપવાસ રાખ્યો.

  બીજેપીના ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી ઈન્ચાર્જ અમિત માલવિયાએ રાહુલ ગાંધી દ્વારા રાજઘાટ પર જઈ ઉપવાસ શરૂ કરવા પર કટાક્ષ કર્યો. માલવિયાએ ટ્વીટ કરી કહ્યું કે, રાહુલજી જો લંચ થઈ ગયું હોય તો, ઉપવાસ પર હવે બેસી જાઓ. હું જાણું છું કે, કોણ એવો નેતા હશે જે બપોરે કલાક બાદ ઉપવાસ પર બેસે છે.

  આ પહેલા રાજઘાટ પર ઉપવાસ માટે બનેલ મંચ પર કોંગ્રેસ નેતા અજય માકન, સજ્જનકુમાર અને જગદીશ ટાઈટલર એક-બીજા સાથે ભીડાઈ ગયા હતા. ત્યારબાદ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અજય માકને જગદીશ ટાઈટલર અને સજ્જન કુમારને મંચ પરથી હટાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે ટાઈટલર અને સજ્જનકુમાર 1984માં થયેલ શિખ રમખાણના આરોપી હતા. આને લઈ બીજેપીએ કોંગ્રેસની મંશાને લઈ પ્રશ્ન ઉભા કર્યા હતા.

  દલિતોનો ઉપહાસ છે રાહુલનો ઉપવાસ
  આ બાજુ બીજેપી નેતા જીવીએલ નરસિમ્હા રાવે પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઉપવાસને લઈ કટાક્ષ કર્યા છે. તેમણે સોમવારે ટ્વીટ કરી કહ્યું કે, દલિત હિત માટે ઉપવાસ નથી, આ દલિત હિતોનો ઉપહાસ છે. રાહુલ ગાંધી એકવાર ફરી કેમેરા માટે રાજનીતિ કરી રહ્યા છે. રાહુલ ગાંધી, તમે સ્ટંટની રાજનીતિ અને જૂઠની રાજનીતિને ક્યારે રોકશો?

  કેમ થઈ રહ્યું છે દેશવ્યાપી ઉપવાસ આંદોલન?
  વીતેલા કેટલાક દિવસોમાં દલિતો પર ઉત્પીડન અને અત્યાચારની ઘટનાઓ વધી રહી છે. બીજી બાજુ એસસી-એસટી એક્ટમાં થઈ રહેલ ફેરફારને લઈ પણ અસંતોષ છે. આ સિવાય કોંગ્રેસ સાંસદની કાર્યવાહી ઠપ થવાના કારણે પણ નારાજ છે. આ માટે કોંગ્રેસે 9 એપ્રિલ એટલે કે આજે દેશવ્યાપી ઉપવાસ આંદોલન જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે, સંસદના બજેટ સત્રની બીજી ફેમ હંગામાનો ભોગ બની ગઈ. વર્ષ 2000 બાદ આવું પહેલીવાર બન્યું છે, કે સંસદમાં સૌથી ઓછુ કામ થયું હોય. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ઠપ થવાના કારણે કેટલાએ બિલ રજૂ ન થઈ શક્યાઅને તે પેંડિંગ રહી ગયા.

  શું છે કોંગ્રેસનો કાર્યક્રમ?
  કોંગ્રેસના નવા સંગઠન મહાસચિવ અશોક ગેહલોત તરફથી પાર્ટીના તમામ પ્રદેશ અધ્યક્ષ, એઆઈસીસી મહાસચિવ-પ્રભારીઓ અને ધારાસભ્ય દળના નેતાઓને નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમને કહેવામાં આવ્યું છે કે, તે સાંપ્રદાયિક સૌમ્યતાને બચાવવા અને વધારવા માટે તમામ રાજ્યોના અને જીલ્લાના કોંગ્રેસ કાર્યાલોમાં 9 એપ્રિલે ઉપવાસ આંદોલન કરે. આવી રાહુલ ગાંધીની અપીલ છે.

  દેશવ્યાપી ઉપવાસ આંદોલન હેઠળ કોંગ્રેસના તમામ નેતા દેશભરમાં કોંગ્રેસ કાર્યાલયો પર એક દિવસનો ઉપવાસ રાખશે. આ દરમ્યાન કાર્યકર્તાઓને પણ એક દિવસનો ઉપવાસ રાખવાનું કહેવામાં આવ્યું છે.

  શું છે ઉપવાસ આંદોલનનું કારણ?
  કોંગ્રેસના દેશવ્યાપી ઉપવાસ આંદોલન પાછળ સાંપ્રદાયિક સૌમ્યતાને બગાડવાનો માહોલ અને દલિતો વિરુદ્ધ થઈ રહેલ અત્યાચારને બતાવવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીએ 2 એપ્રિલે ભારત બંધ પર થયેલ હિંસાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. કોંગ્રેસ અધ્યક્ષનું કહેવું છે કે, બીજેપીની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હિંસાને રોકવામાં નિષ્ફળ રહી છે. કેન્દ્રએ દલિતોના હિતને લઈ કઈંજ ન કર્યું. એવામાં કોંગ્રેસને આગળ આવી નેતૃત્વ કરવાની જરીર પડી. આ જ કારણોસર કોંગ્રેસે આજે દેશભરમાં ઉપવાસ આંદોલન રાખ્યું છે.

  કયા મુદ્દાને લઈ થઈ રહ્યું છે ઉપવાસ આંદોલન?
  - સીબીએસસી પેપર લીક
  - પીએનબી ઘોટાળા
  - કાવેરી જળ મુદ્દો
  - આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો મુદ્દો
  - સંસદમાં ચર્ચા કરાવવામાં કેન્દ્ર સરકારની નિષ્ફળતા
  - દલિતો પર અત્યાચારનો મામલો

  12 એપ્રિલે બીજેપીનું ઉપવાસ આંદોલન
  કોંગ્રેસના ઉપવાસ આંદોલન બાદ બીજેપી પણ 12 એપ્રિલે દેશવ્યાપી ઉપવાસ રાખશે. આમાં બીજેપીના તમામ સાંસદ પણ ભાગ લેશે. પીએમ મોદીએ પાર્ટી સાંસદોને આ મુદ્દે નિર્દેશ આપ્યો છે. મોદીએ સંસદ નહીં ચલવા દેવા પર વિપક્ષ અને મુખ્યરૂપે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Before, Congress leaders, Dalits, Eating, Over, Protest, Restaurant, Seen, દિલ્હી

  આગામી સમાચાર