કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ શનિવારે પાર્ટીના લોકસભા સદસ્યોં સાથે ડિઝિટલ બેઠક કરી હતી. જેમાં દેશની હાલની રાજનૈતિક પરિસ્થિતિ અને કોરોના વારયસ મહામારીની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સમયે અનેક સાંસદોએ માંગણી કરી હતી કે રાહુલ ગાંધી (Rahul Gandhi)ને ફરીથી પાર્ટીની કમાન સંભાળવી જોઇએ.
સુત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં અબ્દુલ ખાલિક, ગૌરવ ગોગોઇ અને કેટલાક અન્ય સાંસદોએ રાહુલ ગાંધીથી આગ્રહ કર્યો હતો કે તે ફરીથી પાર્ટીની કમાન સંભાળે. આ સાંસદો સિવાય કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે શુક્રવારે ફરી એક વાર રાહુલ ગાંધી ફરીથી કોંગ્રેસનું નેતૃત્વ કરે તેવી માંગણી કરી હતી. કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે એ પણ આ માંગ કરી હતી જેનું અનેક નેતાઓએ સમર્થન કર્યું હતું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પાર્ટીનું સંગઠન ફરીથી ઊભું કરવા અને તેને મજબૂત બનાવા માટે શનિવારે રાહુલ ગાંધીથી ફરીથી પાર્ટીની કમાન સંભાળવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં તે કોણ લોકો છે જે વડાપ્રધાન મોદીને લઇને નરમાઇ વર્તવાની વાત કહી રહ્યા છે? તેમની પાસે તેવું કરવાનું સાહસ હોવું જોઇએ કે તે પાર્ટીની અંદર અથવા સાર્વજનિક રીતે પોતાની વાત રાખી શકે.
This is the crux of the matter and this is the challenge before Sonia ji Rahul ji and Priyanka ji. I am certain they would do it. The whole Congress Party Young Old everyone stands behind you and are ready to make whatever sacrifice you demand. So Rahul ji please LEAD.
સિંહે કહ્યું કે હું વ્યક્તિગત રીતે રાહુલ જી અને પ્રિયંકાજીના આક્રમક રવૈયાનું સમર્થન કરું છું. તે ભારત અને ઉત્તર પ્રદેશના રાષ્ટ્રીય હિતના મુદ્દોને ઉઠાવી રહ્યા છે. જો કોંગ્રેસના કેટલાક નેતા આવું કરવાની સલાહ નથી આપતી તો પછી તે કોંગ્રેસમાં શું કરી રહ્યા છે?
" isDesktop="true" id="998240" >
કોંગ્રેસ લોકસભા સદસ્યોની બેઠકમાં દેશની વર્તમાન રાજનીતિક પરિસ્થિતિ, કોરોના સંકટ અને સંસદના આવનારા ક્ષેત્રમાં ઉઠાવાતા મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી. સુત્રોનું કહેવું છે કે કોંગ્રેસ સંસદની આગામી સત્રમાં લદાખમાં ચીનનો ગતિરોધ અને કોરોના સંકટ મામલે સરકારના પગલાં અને તેમને કેવી રીતે ઘેરી શકાય તેની પણ તૈયાર કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર