ઉમર અબ્દુલ્લાને શશિ થરૂરનું સમર્થન, કહ્યુ- તમે એકલા નથી

શશિ થરૂર (ફાઇલ તસવીર)

શ્રીનગરમાં પાંચમી ઓગસ્ટથી કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે, આનો અમલ નવા આદેશ સુધી ચાલુ રહેશે.

  • Share this:
    જમ્મુ-કાશ્મીરમાં હલચલ તેજ થઈ છે, અનેક નેતાઓને નજરકેદ કરી લેવામાં આવ્યાના સમાચાર આવી રહ્યા છે. કાશ્મીરમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. શ્રીનગરમાં પાંચમી ઓગસ્ટથી કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે, આનો અમલ નવા આદેશ સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને નજરકેદ કરી લેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

    બીજી તરફ કોંગ્રેસ નેતા શશિ શરૂર નેશનલ કોન્ફ્રન્સના નેતા ઉમર અબ્દુલ્લાના સમર્થનમાં આવ્યા છે. થરૂરે ઉમર અબ્દુલ્લાના ટ્વટિને રિ-ટ્વિટ કરતા લખ્યું છે કે, "ઉમર અબ્દુલ્લા તમે એકલા નથી. દરેક લોકતાંત્રિક ભારતીય, કાશ્મીરના મુખ્યપ્રવાહના નેતાઓ સાથે ઉભો છે, કારણ કે તમે એ વસ્તુનો સામનો કરશો, જે પણ દેશ માટે સરકારના મનમાં હશે. સંસદનું સત્ર હજુ પણ ચાલી રહ્યું છે, અમે શાંત નહીં રહીએ."

    જ્યારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ ટ્વટિ કર્યું કે, "કેવી વિડંબણા છે કે અમારા જેવા પ્રતિનિધિઓ કે જેઓ શાંતિ માટે લડી રહ્યા છે, તેમને નજરકેદ કરી લેવામાં આવ્યા છે. દુનિયા જોઈ રહી છે કે જમ્મુ-કાશ્મીરના લોકો અને તેના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. એ કાશ્મીર જેણે ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક ભારતની પસંદગી કરી, હાલ અકલ્પનીય ઉત્પીડનનો સામનો કરી રહ્યું છે. જાગો ભારત જાગો."

    ગૃહમંત્રીની બેઠક

    કાશ્મીર ખીણમાં આતંકી ખતરો, દેશની સુરક્ષાની તૈયારી અને રણનીતિની સમીક્ષા માટે ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ઉચ્ચ સ્તરની બેઠક કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદ ભવન સ્થિત કાર્યાલયમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ગૃહ સચિવ રાજીવ ગૌબા સાથે આશરે બે કલાક સુધી મહત્વની બેઠક કરી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: