કોઝિકોડ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુરે કહ્યું કે, 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે 2019ની માફત જીત પ્રાપ્ત કરવી મુશ્કેલ હશે. થરુરે એવો પણ દાવો કર્યો કે, સત્તાધારી પાર્ટી લોકસભા ચૂંટણીમાં 50 સીટો હારી શકે છે. તિરુવનંતપુરમથી સાંસદ શશિ થરુર અહીં કેરલ સાહિત્ય મહોત્સવમાં પોતાના વિચાર શેર કરીર હ્યા હતા. તેમણે કહ્યું કે, જો આપ જોશો તો, ભાજપે 2019માં કેટલું સારુ પ્રદર્શન કર્યું, તેમની પાસ હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનમાં લગભગ તમામ સીટો હતી, બંગાળમાં પણ 18 સીટો હતી.
શશિ થરુરે મહોત્સવમાં એક સત્રને સંબોધન કરતા કહ્યું કે, હવે આવા પરિણામ રિપીટ કરવા ભાજપ માટે અઘરુ છે. ભાજપ 2024માં બહુમત મેળવી શકશે નહીં. થરુરે સ્પષ્ટ કર્યું છે કે, ચૂંટણી પહેલા અંતિમ સમયમાં પુલવામાના આતંકી હુમલા બાદ બાલાકોટ હુમલાથી દેશમાં ભાજપના પક્ષમાં એક જબરદસ્ત લહેર બની ગઈ હતી. આ ઘટનાને 2024માં રિપીટ કરી શકાય નહીં. થરુરે કહ્યું કે, ભાજપની 50 સીટો પર હાર હાલના હિસાબ અનુસાર સંભવ છે.
શશિ થરુરે કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓ ભાજપને બહુમતમાં આવતા રોકી દેશે. પણ એવું પુછાતા કે શું તેઓ એકસાથે રહેશે. તેમણે કહ્યું કે, તેનો જવાબ અસંભવ છે. અહીં ઉલ્લેખનિય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 543માંથી 303 સીટ જીતી, જ્યારે કોંગ્રેસ ફક્ત 52 સીટ જ જીતી શકી. આઝાદીના 75 વર્ષ બાદ ભારતની સામે આવનારા પડકારો વિશે વાત કરતા શરુરે કબુલ્યું કે, લોકતંત્રમાં વંશવાદ એક પડકાર છે. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી પર દોષ લગાવનારા દેશમાં ચારેતરફ જોવે. થરુરે કહ્યું કે, કમ્યુનિસ્ટો અને ભાજપના અપવાદ છતાં પણ વિડંબના છે કે, રાજનીતિમાં દરેક પાર્ટીમાં વંશવાદ થાય છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર