નવી દિલ્હીઃ ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ ભારતમાં બે કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. DCGIએ સીરમ ઇન્ટિબાટ્યૂટ (Serum Institute)ની વેક્સીન કોવિશીલ્ડ (Covishield) અને ભારત બાયોટેક (Bharat Biotech)ની વેક્સીન કોવેક્સીન (Covaxin)ના ઇમરજન્સી ઉપયોગને અંતિમ મંજૂરી આપી દીધી છે. DCGI તરફથી ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સીનને મંજૂરી આપવાને લઈને કૉંગ્રેસ (Congress) નેતા શશિ થરૂર (Shashi Tharoor)એ સવાલ ઊભા કર્યા છે, જેના જવાબમાં DCGIએ સ્પષ્ટીકરણ આપી દીધું છે.
કૉંગ્રેસ નેતા શશિ થરૂરે ટ્વીટ કરીને કહ્યું કે, ભારત બાયોટેકની કોવેક્સીનના ત્રીજા ચરણના પરીક્ષણ હજુ સુધી નથી થયા. કોવેક્સીનને સમયથી પહેલા મંજૂરી આપવી ખતરનાક હોઈ શકે છે. ડૉ. હર્ષવર્ધન આ સંબંધમાં સ્પષ્ટીકરણ આપે. કોરોના વેક્સીનના ટ્રાયલ પૂરા થાય ત્યાં સુધી તેના ઉપયોગથી બચવું જોઈએ. ભારતે આ દરમિયાન એસ્ટ્રાજેનેકાની વેક્સીનનો ઉપયોગ કરવો જોઈએ.
આ પણ વાંચો, Covid-19 Vaccine: કોરોના વેક્સીનેશન માટે ચૂંટણી જેવી તૈયારી, 20 મંત્રાલય, 23 વિભાગ નિભાવશે અગત્યની ભૂમિકા
બીજી તરફ, ભારત બાયોટેકની વેક્સીનને લઈને ઊભા થઈ રહેલા સવાલો પર ડીસીજીઆઈએ પણ સ્પષ્ટીકરણ આપવું પડ્યું છે. DCGI તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ વેક્સીનના ઉપયોગ કરનારા લાભાર્થી વેક્સીનની જાણકારી લીધા બાદ સહમતિ પર હસ્તાક્ષર નહીં કરે ત્યાં સુધી ભારત બાયોટેકની વેક્સીનને મંજૂરી નહીં આપવામાં આવે. વેક્સીન જ્યાં સુધી પોતાના ટ્રાયલ પૂરા નહીં કરે લે ત્યાં સુધી તેને પૂરી રીતે મંજૂરી નહીં આપવામાં આવે.
આ પણ વાંચો, કોરોના વેક્સીન લેવા માટે Co-WIN એપ પર કરવું પડશે રજિસ્ટ્રેશન, જાણો સમગ્ર પ્રોસેસ
DCGIના વી.જી. સોમાનીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, કોઈ પણ ચીજમાં જરા પણ ખામી હશે તો અમે તેને મંજૂરી નહીં આપીએ. વેક્સીન 110 ટકા સુરક્ષિત છે. તેની કેટલીક સામાન્ય સાઇડ ઇફેક્ટ્સ છે. જેમકે હળવો તાવ, દુખાવો અને એલર્જી. તેનાથી નપુંસકતા હોવાની વાત બિલકુલ ખોટી છે.
Published by:Mrunal Bhojak
First published:January 03, 2021, 14:16 pm