પુલવામા: BJP પર થરૂરનો પલટવાર, 'જવાનોની સુરક્ષાની આશા રાખવા પર પણ કૉંગ્રેસ માફી માંગે?'

News18 Gujarati
Updated: October 31, 2020, 3:12 PM IST
પુલવામા: BJP પર થરૂરનો પલટવાર, 'જવાનોની સુરક્ષાની આશા રાખવા પર પણ કૉંગ્રેસ માફી માંગે?'
શશિ થરૂર.

તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે કહ્યુ છે કે, 'હું હજુ પણ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યો છું કે કૉંગ્રેસે શા માટે માફી માંગવી જોઈએ?'

  • Share this:
નવી દિલ્હી: પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi at Kevadia)એ બીજા દિવસ એકતા પરેડમાં દેશને સંબોધન કરતા વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પુલવામા હુમલા (Pulwama Terrorist Attack) પર પાકિસ્તાનની સંસદમાં ઇમરાન ખાન (Imran Khan)ના એક મંત્રીના કબૂલાતનામા પર પીએમ મોદીએ વિપક્ષને આડેહાથ લીધું છે. પીએમ મોદી (PM Narendra Modi)એ વિપક્ષ પર પ્રહાર કરતા આ મામલે માફી માંગવાની વાત કરી હતી. આ મામલે કૉંગ્રેસ પાર્ટીએ પોતાની નારાજગી દર્શાવી છે.

તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે કહ્યુ છે કે, 'હું હજુ પણ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યો છું કે કૉંગ્રેસે શા માટે માફી માંગવી જોઈએ? શું સરકાર એવું ઇચ્છી રહી છે કે અમે સેનાની સુરક્ષાને લઈને આશા રાખવા માટે માફી માંગીએ કે પછી આ રાષ્ટ્રીય ત્રાસના રાજનીતિકરણ માટે માફી માંગીએ. કે પછી શહીદ જવાનોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા અંગે માફી માંગીએ.'ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ ગત વર્ષે થયેલા પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે, દેશ એ વાત ક્યારેય નહીં ભૂલે કે પોતાના વીર જવાનો શહીદ થવાથી આખો દેશ દુઃખી હતો. આ સમયે અમુક લોકો આ દુઃખમાં સામેલ ન હતા. તેઓ આમા પણ પોતાનો સ્વાર્થ જોઈ રહ્યા હતા. દેશ ભૂલી નહીં શકે કે ત્યારે કેવી કેવી વાતો કરવામાં આવી હતી. કેવાં કેવાં નિવેદનો કરવામાં આવ્યા હતા. દેશ એ વાત નહીં ભૂલી શકે કે જ્યારે દેશ પર આટલો મોટો ઘા પડ્યો હતો ત્યારે સ્વાર્થની ભદ્દી રાજનીતિ ચરમ પર હતી.

આ પણ જુઓ-
આપણા તમામ માટે દેશહિત સર્વોચ્ચ: પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, 'આપણે હંમેશા યાદ રાખવાનું છે કે આપણા તમામ માટે સર્વોચ્ચ હિત એ દેશહિત છે. જ્યારે આપણે તમામનું હિત વિચારીશું ત્યારે જ આપણી પ્રગતિ અને વિકાસ થશે. પીએમએ કહ્યુ કે હું એવા રાજકીય પક્ષોને આગ્રહ કરીશ કે દેશની સુરક્ષાના હિતમાં, આપણા સુરક્ષાદળોના મનોબળ માટે મહેરબાની કરીને આવી રાજનીતિ ન કરો, આવું કરવાથી દૂર રહો. પોતાના સ્વાર્થ માટે જાણતા કે અજાણતા તમે દેશવિરોધી તાકાતોના હાથમાં રમીને દેશ કે તમારા પક્ષ કોઈનું હિત નહીં કરી શકો.
Published by: Vinod Zankhaliya
First published: October 31, 2020, 2:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading