કોંગ્રેસ પ્રવક્તા સંજય ઝાનો કોરોના પોઝિટિવ, કહ્યું વાયરસને હળવાશથી ન લો, કોઈને પણ થઈ શકે છે

News18 Gujarati
Updated: May 22, 2020, 3:45 PM IST
કોંગ્રેસ પ્રવક્તા સંજય ઝાનો કોરોના પોઝિટિવ, કહ્યું વાયરસને હળવાશથી ન લો, કોઈને પણ થઈ શકે છે
કોંગ્રેસ પ્રવક્તા સંજય ઝાનો કોરોના પોઝિટિવ

કોંગ્રેસ નેતાએ કહ્યું -આગામી 10-12 દિવસો માટે ઘરમાં ક્વૉરન્ટાઇન રહેશે

  • Share this:
નવી દિલ્હી : કોંગ્રેસ (Congress) નેતા સંજય ઝા (Sanjay Jha)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Coronavirus Positive)આવ્યો છે. તેમણે ટ્વિટર ઉપર આ જાણકારી આપી હતી. સંજય ઝાએ કહ્યું કે તેનામાં કોઈ લક્ષણ નથી અને તે પોઝિટિવ આવ્યા છે. કોંગ્રેસ નેતાએ એમ પણ કહ્યું છે કે તે આગામી 10-12 દિવસો માટે ઘરમાં ક્વૉરન્ટાઇન રહેશે.

ટ્વિટમાં સંજય ઝાએ કોરોના વાયરસના સામુદાયિક પ્રસારને ઓછો નહીં આંકવાની વિનંતી કરી છે. સંજય ઝાએ કહ્યું કે ટ્રાન્સમિશનના જોખમને ઓછું ના સમજો. આપણે બધા નબળા છીએ. તેમણે લખ્યું કે હું Covid-19 પોઝિટિવ આવ્યો છું. મારામાં કોઈ લક્ષણ નથી. હું આગામી 10-12 દિવસ ક્વૉરન્ટાઇનમાં છું. કૃપા કરીને સામુદાયિક પ્રસારના જોખમને હળવાશથી ન લઈએ. આપણે બધા નબળા છીએ. બધા પોતાનું ધ્યાન રાખે.

આ પણ વાંચો - સિગરેટ બનાવતી કંપનીનો દાવો, કોરોના વાયરસની વેક્સીન થઈ ગઈ તૈયાર
સંજય ઝા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા છે. તે ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ મહારાષ્ટ્રના અધ્યક્ષ પણ છે. ઝા કોંગ્રેસના મુખપત્ર નેશનલ હેરાલ્ડ સહિત ઘણા સ્થાને લેખ પણ લખે છે.

કોરોના વાયરસ મહામારીના કારણે દેશમાં મોતનો આંકડો 3583 પર પહોંચી ગયો છે. એક દિવસમાં સંક્રમણના અત્યાર સુધીના સૌથી વધારે 6088 કેસ સામે આવ્યા છે. ભારતમાં કેસની સંખ્યા વધીને 1,18,447 થઈ ગઈ છે.
First published: May 22, 2020, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading