બાલાકોટ એર સ્ટ્રાઇક પર સામ પિત્રોડાનું નિવેદન, મે સત્ય જ કહ્યું હતું

News18 Gujarati
Updated: April 20, 2019, 7:16 PM IST
બાલાકોટ એર સ્ટ્રાઇક પર સામ પિત્રોડાનું નિવેદન, મે સત્ય જ કહ્યું હતું
સામ પિત્રોડાની ફાઇલ તસવીર

  • Share this:
કોંગ્રેસના રણનીતિકાર અને ઓવરસીઝ કોંગ્રેસ ચીફ સામ પિત્રોડાએ ફરી એકવાર બાલાકોટ એરસ્ટ્રાઇક પર નિવેદન આપ્યું છે. સામ પિત્રોડાએ શનિવારે બાલાકોટ પર અગાઉ આપેલા નિવેદનને યોગ્ય ઠેરવ્યું છે. તેઓએ કહ્યું કે જે કહ્યું હતું તે સત્ય હતું.

સામ પિત્રોડાએ કહ્યું કે 'કેટલાક સપ્તાહ પહેલા મે બાલાકોટને લઇને કાઇક પુછ્યું હતું. તુરંત વડાપ્રધાને ટ્વીટ કરવાનું શરૂ કરી દીધું હતું. ભાજપ પાર્ટીના અધ્યક્ષે પલટવાર કર્યો અને પ્રેસ કોન્ફરન્સ બોલાવી. કોંગ્રેસ નેતાઓએ પણ મને સવાલો કર્યા કે મે એવું કેમ કહ્યું ? મેં પણ મને પુછ્યું કે મે શું કહ્યું ? મે સાચું કહ્યું '

અહીં ક્લિક કરી વાંચોઃ ભાજપે જાહેર કર્યું 'ચોકીદાર રેપ સોંગ', કલાકોમાં જ થયું વાયરલ

સામ પિત્રોડાએ વધુમાં કહ્યું કે મે સત્ય જ કહ્યું હતું. મેં એક સવાલ કર્યો હતો અને મને તેનો અધિકાર છે, હું કોઇ સવાલ પુછું તો તમે મને સવાલના આધારે ન કહી શકો કે હું રાષ્ટ્રવાદી નથી. મને આવું પુછનારા તમે કોણ છો ?

ઉલ્લેખનીય છે કે આ પહેલા સામ પિત્રોડાએ બાલાકોટ એરસ્ટ્રાઇકને લઇને કહ્યું હતું કે શું જે 300 આતંકવાદીઓને મારવામાં આવ્યા તેના પુરાવા મળી શકે છે ? તેઓએ સવાલ કર્યો કે જો 300 લોકો માર્યા ગયા તો ઇન્ટરનેશનલ મીડિયા કેમ કહી રહ્યું છે કે કોઇ મર્યું નથી.

જો કે પિત્રોડાના આ નિવેદનથી ખુદ કોંગ્રેસે હાથ ખંખેરી લીધા હતા. કોંગ્રેસે આ સામ પિત્રોડાનું વ્યક્તિગત નિવેદન ગણાવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે પિત્રોડાના નવા નિવેદન પર ભાજપ તરફથી શું પ્રતિક્રિયા આવે છે.
First published: April 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading