Home /News /national-international /ભૂલ ભારે પડી: ભારત જોડો યાત્રા પર કોંગ્રેસ નેતાએ કરેલા એક ટ્વિટથી ફજેતો થયો, મહેનત પર પાણી ફરી વળ્યું

ભૂલ ભારે પડી: ભારત જોડો યાત્રા પર કોંગ્રેસ નેતાએ કરેલા એક ટ્વિટથી ફજેતો થયો, મહેનત પર પાણી ફરી વળ્યું

ભારત જોડો યાત્રા (twitter)

લખવાની એક નાની એવી ભૂલ ક્યારેક ક્યારેક બહું મોંઘી પડી જાય છે. આવું જ કંઈક તેલંગણામાં એક કોંગ્રેસ નેતા રોહિન રેડ્ડી સાથે થયું છે.

    હૈદરાબાદ: લખવાની એક નાની એવી ભૂલ ક્યારેક ક્યારેક બહું મોંઘી પડી જાય છે. આવું જ કંઈક તેલંગણામાં એક કોંગ્રેસ નેતા રોહિન રેડ્ડી સાથે થયું છે. તેમણે ભારત જોડો યાત્રાને લઈને કરેલા ટ્વિટમાં 'જોડો'ની જગ્યાએ 'તોડો' શબ્દ વાપરી દીધો હતો. જેના પર કોંગ્રેસ પાર્ટીએ શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસના તેલંગણા રાજ્યના સચિવ ડો. રોહિન રેડ્ડી, જે હૈદરાબાદમાં ભારત જોડો યાત્રાના કોઓર્ડિનેટર પણ હતા, ભારત જોડો યાત્રામાં ભાગ લેવા આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે સાથે મુલાકાત કર્યા બાદ ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે આ ભૂલ કરી દીધી હતી.

    આ પણ વાંચો: પૂનમ કૌર પછી પૂજા ભટ્ટ;ભારત જોડો યાત્રા;માં રાહુલ ગાંધી સાથે જોવા મળી, વીડિયો વાયરલ

    અહીં ઉલ્લેખનિય છે કે, રોહિન રેડ્ડીએ પોતાના ટ્વિટર હેંડલ પરથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને રાજ્યના કોંગ્રેસ પ્રમુખ રેવંત રેડ્ડી તથા પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલને ટેગ કરતા લખ્યું હતું કે, "ગર્વ અને મહાન ક્ષણ જ્યારે એઆઈસીસી અધ્યક્ષ ખડગેએ હૈદરાબાદમાં ભારત તોડો યાત્રા માટે મારા વખાણ કર્યા. વખાણ કરવા બદલ આભાર સર" સાથે જ અન્ય એક નેતા સાથે લીધેલી તસ્વીર પર પોસ્ટ કરી હતી. સ્વાભાવિક રીતે આ ભૂલ થવા પર ધ્યાન આપ્યા વિના તેલંગણા કોંગ્રેસે તેને રીટ્વીટ કર્યું, જો કે બાદમાં ભૂલ સમજાતા રોહિન રેડ્ડીએ પોતાનું ટ્વિટ હટાવી દીધું હતું અને તેને સુધારીને ફરી વાર ટ્વિટ કર્યું હતું.

    telanga congress twitter

    અન્ય એક ટ્વિટમાં પણ ભૂલ થઈ


    અહીં ઉલ્લેખનિય છે કે, રોહિન રેડ્ડીએ અન્ય એક ટ્વિટમાં પણ ભૂલ કરી હતી. આ ટ્વિટમાં રોહિન રે્ડીએ લખ્યું હતું કે, " દેશના સાચ્ચા નેતાની સાથે ચાલવા પર ગર્વ અને સૌભાગ્યની અનુભૂતિ થઈ રહી છે. જેમણે ભારત તોડો યાત્રાની સાથે સાથે રાષ્ટ્રને એકજૂટ કરવા માટે આ પદયાત્રાની શરુઆત કરી " જો કે, તેમના દ્વારા કરવામાં આવેલી આ ભૂલનું ટ્વિટ વાયરલ થતાં તેમણે આ ટ્વિટ હટાવી દીધા હતા.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन
    विज्ञापन