Hathras Case: ફરી હાથરસ કૂચ કરશે રાહુલ ગાંધી, કહ્યુ- દુનિયાની તાકાત નથી કે મને રોકી શકે

Hathras Case: ફરી હાથરસ કૂચ કરશે રાહુલ ગાંધી, કહ્યુ- દુનિયાની તાકાત નથી કે મને રોકી શકે
રાહુલ ગાંધીની તસવીર

રાહુલે કહ્યું કે આ પ્રેમાળ બાળકી અને તેના પરિવારની સાથે યુપી સરકાર અને તેની પોલીસે દુવ્યહાર મને સ્વીકાર નથી. કોઇ પણ ભારતીયે આ વાત સ્વીકાર ન કરવી જોઇએ"

  • Share this:
    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) ફરી એકવાર ઉત્તર પ્રદેશના હાથરસ (Hathras Case)માં કથિત ગેંગરેપ મામલે પીડિતાના પરિવારને મળવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસ સાંસદોની સાથે પ્રતિનિધિમંડળની સાથે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે ફરી હાથરસ તરફ કૂચ કરશે. આ પહેલા ગુરુવારે રાહુલ ગાંધી અને પ્રિયંકાને હાથરસ જતા પોલીસે રસ્તામાં રોક્યા હતા. જે પછી રાહુલ ગાંધીએ આજે સવારે ટ્વિટ કરીને કહ્યું કે દુનિયાની કોઇ પણ તાકાત અને પીડિત પરિવારથી મળવા માટે નથી રોકી શકતી.

    રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે દુનિયાની કોઇ પણ તાકાત મને હાથરસના આ દુખી પરિવારથી મળીને તેમનું દુખ ઓછું કરવાથી નથી રોકી શકતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ પ્રેમાળ બાળકી અને તેના પરિવારની સાથે યુપી સરકાર અને તેની પોલીસે દુવ્યહાર મને સ્વીકાર નથી. કોઇ પણ ભારતીયે આ વાત સ્વીકાર ન કરવી જોઇએ" ત્યાં પાર્ટના મહાસચિવ કેસી વેણુગોપાલ મુજબ રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસના અનેક સાંસદ હાથરસ જશે અને પરિવાર સાથે મુલાકાત કરશે.





    ખબર મુજબ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બપોર પછી ક્યારેય પણ હાથરસ જવા નીકળી શકે છે. કોંગ્રેસનો આરોપ છે કે યોગી સરકારે પીડિત પરિવારને ન્યાયથી વંચિત રાખ્યું છે. આ સમગ્ર મામલાને છુપાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની તરફથી કહ્યું કે રાજ્યની ભાજપની સરકાર પીડિત પરિવારની સાથે અન્યાય કરી રહી છે. જે અમે નહીં સ્વીકારીએ. અને કોંગ્રેસ આ લડાઇ ત્યાં સુધી લડશે જ્યાં સુધી પીડિતના પરિવારને ન્યાય નથી મળતો.

    વધુ વાંચો : Jioની જોરદાર ઓફર! સસ્તા પ્લાન સાથે મળે છે 6GB એક્સટ્રા ડેટા

    આ પહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાને ગુરુવારે હાથરસ જતા રોક્યા હતા અને ત્યાં પોલીસ સાથે થયેલી ધક્કા મુક્કીમાં રાહુલ ગાંધી પડી ગયા હતા. તે પછી રાહુલ અને પ્રિયંકાએ રાજ્યમાં જંગલરાજ્ય હોવાની અને પોલીસ પર લાઠી ચલાવાનો આરોપ લગાવ્યો હતો. અને કહ્યું હતું કે અહંકારી સરકારની લાઠીઓ અમને રોકી નહીં શકે.

    ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બરે હાથરસ જિલ્લામાં ચંદપા પોલીસ ક્ષેત્રમાં આવતા ગામમાં રહેતી 19 વર્ષીય દલિત યુવતીને કથિત રૂપે સામૂહિક બળાત્કાર કરીને તેની જીભ કાપી લીધી હતી અને તેની ગળાના હાડકામાં ગંભીર ઇજા થઇ હતી. જે પછી તેને અલીગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અને તે બાદ દિલ્હી વધુ સારવાર માટે લઇ જવામાં આવી પણ અહીં તેની મોત થઇ ગઇ.
    Published by:Chaitali Shukla
    First published:October 03, 2020, 13:08 pm

    ટૉપ ન્યૂઝ