રાહુલ ગાંધીનો આરોપ, ચાર વસ્તુ દેશને બરબાદ કરશે, બહુ ઝડપથી ભ્રમ તૂટશે

રાહુલ ગાંધીનો આરોપ, ચાર વસ્તુ દેશને બરબાદ કરશે, બહુ ઝડપથી ભ્રમ તૂટશે
રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ફરી એકવાર કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર શાબ્દિક પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને લખ્યું છે કે, 'મોદી દેશને બરબાદ કરી રહ્યા છે.'

 • Share this:
  નવી દિલ્હી : કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ફરી એકવાર કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર શાબ્દિક પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને લખ્યું છે કે, 'મોદી દેશને બરબાદ કરી રહ્યા છે.' તેમણે કહ્યુ કે ચાર વસ્તુ દેશને બરબાદ કરી દેશે. આ ભ્રમ બહુ ઝડપથી તૂટી જશે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું 'મોદી દેશને બરબાદ કરી રહ્યા છે. નોટબંધી, જીએસટી (Goods and Services Tax), કોરોના મહામારીમાં દુર્વ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને રોજગારી (economy and jobs)નો સત્યાનાશ.' રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું કે, 'તેમના પૂંજીવાદી મીડિયાએ એક માયાજાળ રહી છે. આ ભ્રમબહુ ઝડપથી તૂટી જશે.'

  લોકોને ખોટા સપના બતાવી રહી છે સરકાર : રાહુલ  આ પહેલા રાહુલ ગાંધીએ ગત થોડા મહિનાઓમાં લાખો લોકો ભવિષ્ય નિધિમાંથી પોતાના પૈસા ઉપાડી રહ્યાનો હવાલો આપતા મંગળવારે આરોપ લગાવ્યો હતો કે કોરોના વાયરસની મહામારીને રોકવામાં સદંતર નિષ્ફળ રહેલી મોદી સરકાર લોકોને 'ખૂબ સુંદર ખોટા સપના' બતાવી રહી છે.

  આ પણ વાંચો : રામ મંદિર નિર્માણમાં વિદેશી ભક્તો દાન નહીં કરી શકે, જાણો કારણ

  રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, "નોકરી લઈ લીધી. જમા રકમ હડપ કરી લીધી. બીમારીનો ફેલાવો પણ ન રોકી શક્યા. પરંતુ તેઓ શાનદાર ખોટા સપના બતાવે છે." કૉંગ્રેસ નેતાએ જે સમાચાર શેર કર્યા હતા તેના પ્રમાણે એપ્રિલથી જુલાઇ સુધી 80 લાખ લોકોએ ભવિષ્ય નિધિમાંથી 30 હજાર કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા.

  ચીનના મુદ્દા પર પણ સરકાર પર સવાલ

  આ પહેલા રાહુલ ગાંધીએ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ઘર્ષણનો હવાલો આપતા સોમવારે કહ્યુ હતુ કે તેઓ ચીનની ઘૂસણખોરી પર ખોટું નહીં બોલે, પછી ભલે તેમનું રાજનીતિક જીવન ખતમ થઈ જાય. સાથે જ તેમણે કહ્યુ કે ચીની સૈનિકોની ભારતની જમીન પર ઘૂસણખોરીને નકારવી અને આ વિષય પર ખોટું બોલનાર દેશભક્ત નથી.

  રાહુલ ગાંધીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યુ કે, 'એક ભારતીય હોવાને નાતે મારી પ્રાથમિકતા દેશ અને તેની જનતા છે. એ લોકો વિશે તમારું શું કહેવું છે જેઓ કહે છે કે વડાપ્રધાનને ચીન અંગે તમારો સવાલ ભારતને નબળું કરે છે? આ એકદમ સ્પષ્ટ છે કે ચીનના સૈનિકો આપણા વિસ્તારમાં ઘૂસી ગયા હતા. આ વાત મને પરેશાન કરે છે. આનાથી મારું લોહી ઉકળવા લાગે છે કે કોઈ બીજો દેશ આપણા વિસ્તારમાં કેવી રીતે ઘૂસી જાય?'
  Published by:Vinod Zankhaliya
  First published:July 30, 2020, 12:49 pm

  ટૉપ ન્યૂઝ