Farmers Protest: ત્રણ કૃષિ કાયદા રદ નહીં થાય ત્યાં સુધી ખેડૂતો ઘરે નહીં જાય- રાહુલ ગાંધી

Farmers Protest: ત્રણ કૃષિ કાયદા રદ નહીં થાય ત્યાં સુધી ખેડૂતો ઘરે નહીં જાય- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારને સંસદનું સંયુક્ત સત્ર બોલાવવું જોઈએ અને આ કૃષિ કાયદાઓને પરત લેવા જોઈએ

રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારને સંસદનું સંયુક્ત સત્ર બોલાવવું જોઈએ અને આ કૃષિ કાયદાઓને પરત લેવા જોઈએ

  • Share this:
    નવી દિલ્હીઃ ખેડૂત આંદોલન (Farmers Protest)ને લઈને રાજકારણ ચરમ પર પહોંચી ગયું છે. ગુરુવારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ એક તરફ જ્યાં બે કરોડ લોકોના હસ્તાક્ષર સહિત મેમોરેન્ડમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ram Nath Kovind)ને સોંપ્યું. તો બીજી તરફ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) સહિત કૉંગ્રેસના અનેક નેતાઓની પોલીસે ધરપકડ કરીને થોડા સમય બાદ મુક્ત કર્યા. રાષ્ટ્રપતિને મળ્યા બાદ રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું કે ભારતમાં લોકતંત્ર નથી બચ્યું. પાર્ટી નેતાઓની ધરપકડ અંગે તેઓએ કહ્યું કે લોકતંત્ર સપનામાં ભલે હોય પરંતુ હકીકતમાં તે બિલકુલ નથી.

    કૃષિ કાયદાઓને લઈ વાયનાડના સાંસદે કહ્યું કે, ક્રોની કેપિટાલિસ્ટ્સ માટે PM મોદી નાણા બનાવી રહ્યા છે. જે પણ તેમની વિરુદ્ધ ઊભા રહેવાનો પ્રયાસ કરશે, તેઓ આતંકવાદી કહેવાશે. તે ભલે ખેડૂત હોય, શ્રમિક હોય કે મોહન ભાગવત હોય.



    કૉંગ્રેસ નેતાએ કહ્યું કે, હું વડાપ્રધાનને જણાવવા માંગું છું કે ખેડૂત ત્યાં સુધી ઘરે પરત નહીં જાય, જ્યાં સુધી આ કૃષિ કાયદાઓને રદ નહીં કરવામાં આવે. સરકારને સંસદનું સંયુક્ત સત્ર બોલાવવું જોઈએ અને આ કાયદાઓને પરત લેવા જોઈએ. ખેડૂત અને શ્રમિકોની સાથે વિપક્ષી પાર્ટીઓ ઊભી છે.

    આ પણ વાંચો, શતાબ્દી સમારોહમાં PM મોદીએ કહ્યુ- વિશ્વ ભારતી માટે ગુરુદેવનું વિઝન આત્મનિર્ભર ભારતનો પણ સાર

    રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત અંગે રાહુલે કહ્યું કે, મેં રાષ્ટ્રપતિને કહ્યું કે આ કૃષિ કાયદા ખેડૂત વિરોધી છે. દેશે જોયું કે ખેડૂત આ કાયદાઓની વિરુદ્ધ છે. રાહુલે પૂછ્યું કે, ચીન હજુ પણ સરહદ પર છે. ચીને ભારતની હજારો કિલોમીટર જમીન છીનવી લીધી છે. વડાપ્રધાન આ વિશે કેમ કંઈ બોલતા નથી, તેઓ ચૂપ કેમ છે?
    રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, આપની પાસે એક અક્ષમ વ્યક્તિ છે જે કંઈ પણ સમજતો નથી અને 3 કે 4 અન્ય લોકો તરફથી એક સિસ્ટમ ચલાવવામાં આવી રહી છે જે બધું સમજે છે.

    આ પણ વાંચો, સીરમ ઇન્સ્ટિટ્યૂટે દેશમાં વિકસિત કરી ન્યૂમોનિયાની પહેલી વેક્સીન, આવતા સપ્તાહથી હશે બજારમાં

    આ પહેલા કૉંગ્રેસે વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ક યોજી જેને પોલીસે રોકી દીધી. તેની સાથે જ પ્રિયંકા ગાંધીની ધરપકડ કરી લેવામાં આવી. તેની પર કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ સરકારીની વિરુદ્ધ કોઈ પણ પ્રકારના અસંતોષને આતંકવાદી તત્વ માની લેવામાં આવે છે. અમે ખેડૂતોના સમર્થનમાં અવાજ બુલંદ કરવા માટે આ માર્ચ કરી રહ્યા છીએ.
    Published by:Mrunal Bhojak
    First published:December 24, 2020, 13:18 pm

    ટૉપ ન્યૂઝ