નવી દિલ્હી. કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સોમવારે સંસદના ચોમાસુ સત્ર (Parliament Monsoon Session 2021) દરમિયાન ટ્રેક્ટર (Rahul Gandhi drives Tractor) ચલાવીને સંસદ પહોંચ્યા. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના અન્ય નેતા ઉપસ્થિત હતા. રાહુલ ગાંધી એવા સમયે ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા જ્યારે પરિસરથી 150 મીટરના અંતર પર સ્થિત જંતર-મંતરમાં ખેડૂતોની સંસદ ચાલી રહી છે. ટ્રેક્ટર ચલાવીને સંસદ પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ખેડૂતોને જે સંદેશ છે, અમે તેને સંસદ સુધી લાવ્યા છીએ. ખેડૂતો (Farmers)ને દબાવવામાં આવી રહ્યા છે તેથી અમે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે, સંસદમાં આ વિષય પર ચર્ચા નથી કરવા દેવામાં આવતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, કેન્દ્ર સરકારે કાયદા પરત લેવા પડશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર અનુસાર ખેડૂતો ખૂબ ખુશ છે અને જે (વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો) બહાર બેઠા છે તેઓ આતંકવાદી છે. પરંતુ હકીકતમાં ખેડૂતોનો હક છીનવી લેવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, સંસદમાં ખેડૂતોનો લાવ્યો છું. તેઓ (સરકાર) ખેડૂતોનો અવાજ દબાવી રહ્યા છે અને સંસદમાં ચર્ચા નથી થવા દેતા. તેમને આ કાળા કાયદાઓને હટાવી દેવા પડશે. સમગ્ર દેશ જાણે છે કે આ કાયદો બે-ત્રણ મોટા કારોબારીઓના પક્ષમાં છે. નોંધનીય છે કે, રાહુલ જે ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા તેની પર તેમની સાથે રાજ્યસભા સભ્ય દીપેન્દ્ર હુડ્ડા, પ્રતાપસિંહ બાજવા અને પાર્ટીના કેટલાક અન્ય સભ્યો બેઠા હતા.
As per Govt, farmers are very happy and those (protesting farmers) sitting outside are terrorists. But in reality, farmers' rights are being snatched away: Congress leader Rahul Gandhi after driving a tractor to Parliament pic.twitter.com/GGee9POAvC
આ પહેલા રાહુલ ગાંધીની આગેવાનીમાં સંસદમાં ગાંધી પ્રતિમાની પાસે સાંસદોએ પ્રદર્શન કર્યું હતું. રાહુલ ઉપરાંત લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, લોકસભા સભ્ય મનીષ તિવારી, ગૌરવ ગોગોઈ, રવનીત સિંહ બિટ્ટૂ, રાજ્યસભા સભ્ય પ્રતાપસિંહ બાજવા અને અનેક અન્ય સાંસદ આ પ્રદર્શનમાં સામેલ થયા હતા.
મુખ્ય રૂપથી પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો ત્રણેય કૃષિ કાયદાઓાન વિરોધમાં ગયા વર્ષે નવેમ્બર મહિનાથી દિલ્હીની બોર્ડરો પર પ્રદર્શન કરી રહ્યા છે. આંદોલનકારી ખેડૂતોમાંથી 200 ખેડૂતોનું એક વિશેષ સમૂહ મંજૂરી મળ્યા બાદ હવે મધ્ય દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર