વિકાસ દુબેના એન્કાઉન્ટર પર રાહુલ ગાંધીનો હુમલો - 'કંઇ જવાબો સે અચ્છી હૈ ખામોશી ઉસકી'

News18 Gujarati
Updated: July 10, 2020, 3:59 PM IST
વિકાસ દુબેના એન્કાઉન્ટર પર રાહુલ ગાંધીનો હુમલો - 'કંઇ જવાબો સે અચ્છી હૈ ખામોશી  ઉસકી'
રાહુલ ગાંધી

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અપરાધીનો તો અંત આવ્યો પણ અપરાધ અને તેનું સંરક્ષણ કરનાર લોકોનું શું?

  • Share this:
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ઉત્તર પ્રદેશ સ્થિત કાનપુરના બિકરુ ગામમાં 8 પોલીસકર્મીઓની હત્યાના આરોપી વિકાસ દુબેના એન્કાઉન્ટરને લઇને ભારતીય જનતા પાર્ટીનું નામ લીધા વિના તેની પર નિશાનો તાક્યો હતો. રાહુલે એક શેરમાં બદલાવ કરી તંજ કસતા કહ્યું કે વિકાસની મોત પછી ના જાણે કેટલાય સવાલોની ઇજ્જત બચી ગઇ. વિકાસ દુબેના એન્કાઉન્ટર પર રાહુલે લખ્યું - અનેક જવાબો કરતા તેની ચુપ્પી સારી, ના જાણે કેટલાક સવાલોની આબરુ રાખી લીધી' ઉલ્લેખનીય છે કે કુખ્યાત આરોપીએ કાનપુરના બિકરુ ગામમાં આઠ પોલીસકર્મીઓની હત્યા કરી હતી. અને શુક્રવારે કાનપુરના ભૌતી વિસ્તારમાં તે કથિત પોલીસ અથડામણમાં માર્યો ગયો.

પોલીસ મુજબ ઉજ્જૈનથી કાનપુર લાવતી વખતે સડક અકસ્માતમાં પોલીસ વહાને પલ્ટી ખાધી જે પછી દુબેએ ભાગવાનો પ્રયાસ કર્યો. પુલિસ મહાનિરીક્ષક મોહિત અગ્રવાલે જણાવ્યું કે રોડ અકસ્માત પછી દુબે ઘટના સ્થળેથી ભાગવા જઇ રહ્યો હતો. જે પછી થયેલી હિંસક લડાઇમાં તે મરી ગયો. પોલીસ વહાન પલ્ટી જતા ચાર પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એકની હાલત ગંભીર છે.


આ એનકાઉન્ટરમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ ટ્વિટ કર્યું છે. પ્રિયંકાએ રાજ્ય સરકાર અને ભાજપ પર સવાલિયો નિશાન લગાવતા કહ્યું કે અપરાધીનો તો અંત આવ્યો પણ અપરાધ અને તેનું સંરક્ષણ કરનાર લોકોનું શું?કાનપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક દિનેશ કુમાર પીએ જણાવ્યું કે રોડ અકસ્માત સવારના ટાઇમે થયો. તેમણે કહ્યું કે ભારે વરસાદ પડી રહ્યો હતો. અને પોલીસની ગાડી સ્પીડથી જવાનો પ્રયાસ કરી રહી હતી જેના કારણે ડિવાઇડરથી ટકરાઇને પલટાઇ ગઇ. આ ઘટનામાં પોલીસકર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. તકનો લાભ લઇને દુબેએ એક પોલીસ જવાનની પિસ્તોલ છીણવીને ભાગવાનો પ્રયાસ કર્યો અને તે થોડે સુધી ભાગવામાં સફળ પણ રહ્યો.

કુમારે કહ્યું ત્યારે જ પીછાળથી એસ્કાર્ટ કરી રહેલી એસટીએફના જવાને તેને પકડવાનો પ્રયાસ કર્યો અને તેણે ગોળી ચલાવી જેના સામે જવાનોએ પણ ગોળી ચલાવીને અને ધાયલ થઇને પડી ગયો. અમારા જવાનો તેને હોસ્પિટલ લઇને ગયા પણ તે દરમિયાન તેની મોત થઇ ગઇ. આ વચ્ચે પોલીસે એક નિવેદન કરી જણાવ્યું કે આ રોડ અકસ્માત ભૌતી વિસ્તારમાં થઇ છે. કાનપુર પરિક્ષેત્રના એડીજી જે.એન.સિંહે કહ્યું કે આ અથડામણમાં ઇજાગ્રસ્ત થયેલા વિકાસ દુબેને હૈલટ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
Published by: Chaitali Shukla
First published: July 10, 2020, 3:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading