નવી દિલ્હી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil)ની કિંમતોમાં ઘટાડો થવાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ (Crude Oil)માં ફરી એક વાર ઘટાડો નોંધાયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે 17થી 18 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવો પર સતત મોદી સરકાર પર હુમલાઓ કરતાં કૉંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ભાવ ઘટવા પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણીઓને ધ્યાને લઈ આ ઘટાડો કરવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવા પર ટ્વીટ કરતાં કહ્યું કે, ચૂંટણીના કારણે કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ 17/18 પૈસા પ્રતિ લીટર સસ્તા કર્યા છે. બચતની આ ધનરાશિથી તમે શું-શું કરશો?
चुनाव के कारण केंद्र सरकार ने पेट्रोल-डीज़ल 17/18 पैसे प्रति लीटर सस्ता किया है।
નોંધનીય છે કે, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેટ્રોલ તથા ડીઝલની વધતી કિંમતોને લઈને કેન્દ્રની બીજેપી સરકાર પર પહેલા નિશાન સાધતા આરોપ લગાવ્યો કે તેઓ સરકાર ચલાવવા માટે લોકોના ખીસ્સામાંથી બળજબરીથી નાણા ખંખેરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિ માટે સરકારના ગેરવહીવટને જવાબદાર ઠેરવ્યું હતું. ચૂંટણી પ્રચાર માટે કેરળ પહોંચેલા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું હતું કે, સમસ્યા થોડા સમય સુધી ચાલુ રહેશે કારણે ગેરવહીવટ ઘણો ઊંડો છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર