Whatsappથી પત્રકારોની જાસૂસી મામલે રાહુલ ગાંધીએ કહી આ વાત

News18 Gujarati
Updated: November 1, 2019, 4:38 PM IST
Whatsappથી પત્રકારોની જાસૂસી મામલે રાહુલ ગાંધીએ કહી આ વાત
રાહુલ ગાંધી

"જો આમ થયું છે તો આનાથી રાષ્ટ્રીય સુરક્ષા પર ગંભીર પ્રભાવ પડશે."

  • Share this:
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતીય પત્રકારો અને સામાજીક કાર્યકર્તાઓની કથિત જાસૂસી મામલે નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. વિપક્ષના અન્ય નેતાઓની સાથે તેમણે પણ સરકારને સવાલ કર્યા છે. રાહુલે મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટ્વિટ કરીને કહ્યું કે સરકાર વોટ્સએપથી પુછી રહી છે કે ભારતીય નાગરિકોની જાસૂસી માટે પેગાસસનો ઉપયોગ કોણે કર્યો? આ ઠીક તે રીતે છે કે મોદી દસાલ્ટને પુછે કે રાફેલ વિમાનના સોદામાં કોણે પૈસા બનાવ્યા!
ફેસબુકની સ્વામિત્વ વાળી કંપની વૉટ્સઅપે કહ્યું કે ઇઝરાયલના સ્પાઇવેયર પેગાસસના દ્વારા વિશ્વ સ્તરે જાસૂસી કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી દરમિયાન ભારતીય પત્રકાર અને માનવઅધિકાર કાર્યકર્તા પણ આ જાસૂસીનો ભોગ બન્યા છે. આ મામલે વોટ્સઅપ જાણીકારી આપતા કહ્યું કે તે ઇઝરાયલી સ્પાઇવેયર કંપની પર કેસ દાખલ કરશે.


Loading...

બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાનો તાક્યો છે. તેમણે કહ્યું કે જો આમ થયું છે તો આનાથી રાષ્ટ્રીય સુરક્ષા પર ગંભીર પ્રભાવ પડશે. તેમણે આ પર ટ્વિટ કરતા કહ્યું કે ભાજપ કે સરકારને પત્રકારો, વકીલો, સામાજીક કાર્યકર્તાઓ અને નેતાઓના ફોનની જાસૂસી કરવા માટે ઇઝરાયલી એન્જસીઓને લગાવી હોય તો આ માનવઅધિકારોનું ઉલ્લંઘન અને મોટું કૌભાંડ છે જેની અસર રાષ્ટ્રીય સુરક્ષા પર પણ થશે.

આ સમગ્ર વિવાદ પર ગૃહમંત્રાલયે કહ્યું છે કે સરકાર નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે. જો કે આ મામલે ભાજપનું કોઇ અધિકૃત નિવેદન નથી આવ્યું. આ વિવાદને લઇને સોશિયલ મીડિયા પર અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે.
First published: November 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...