નવી દિલ્હીઃ કૉંગ્રેસ (Congress)ની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)એ કેન્દ્ર સરકાર તરફથી ફાળવાયેલા સરકારી બંગલાને અંતે ખાલી કરી દીધો છે. SPG સુરક્ષા હટ્યા બાદ તેમને લોધી એસ્ટેટ સ્થિત સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. મળતી જાણકારી મુજબ, હવે તેમનું નવું નિવાસસ્થાન ગુરુગ્રામમાં હશે. મળતી માહિતી મુજબ, તેઓએ ગુરુગ્રામ (Gurugram)ના સૌથી પૉશ વિસ્તારમાં ફ્લેટ લીધો છે. આ પહેલા તેઓ લખનઉ (Lucknow)માં શિફ્ટ થવાની અટકળો ચાલી રહી હતી.
નોંધનીય છે કે, પ્રિયંકા ગાંધીની સુરક્ષા હટ્યા બાદ તેમને લોધી એસ્ટેટ સ્થિત સરકારી બંગલો ખાલી કરવાનો હતો, જેની સમય મર્યાદા 31 જુલાઈએ ખતમ થઈ રહી હતી. હવે પ્રિયંકા ગાંધીનું નવું સરનામું ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ સ્થિત આરાલિયા સોસાયટીનું હશે.
Congress leader Priyanka Gandhi Vadra vacates her central government allotted accommodation at Delhi's Lodhi Estate: Sources (file pic) pic.twitter.com/FtajMJ687e
આ સોસાયટી ગુરુગ્રામની સૌથી મોંઘા રહેણાંક વિસ્તારો પૈકીની એક હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, બિલ્ડર તરફથી આ સોસાયટીમાં થ્રી લેયર સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.તેની સાથોસાથ પ્રિયંકા ગાંધીની સુરક્ષા હશે અને કદાચ તેથી જ આ સોસાયટીને પસંદ કરવામાં આવી છે. પ્રિયંકા ગાંધીને સમગ્ર દેશની રાજનીતિ પર નજર રાખવાની છે, તેથી તેઓએ દિલ્હીની નજીક ગુરુગ્રામમાં ઘર લેવાનું પસંદ કર્યું છે.
નોંધનીય છે કે, SPG સુરક્ષાને ધ્યાને લઈ 1997થી પ્રિયંકા ગાંધીને નવી દિલ્હીના લોધી એસ્ટેટમાં 35 નંબરનો બંગલો મળ્યો હતો. ગયા વર્ષે તેમની SPG સુરક્ષા હટાવીને ઝેડ+ કરી દેવામાં આવી. 1 જુલાઈએ કેન્દ્ર સરકારના આવાસ તથા શહેરી મામલાના મંત્રાલયે તેમને 31 જુલાઈ સુધી એટલે કે એક મહિનામાં સરકારી ઘર ખાલી કરવાની નોટિસ આપી હતી. દેશમાં હવે SPG સુરક્ષા માત્ર વડાપ્રધાનની પાસે જ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર