કોંગ્રેસની પાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશની ચૂંટણી પ્રભારી પ્રિયંકા ગાંધીએ લોકસભા ચૂંટણી લડવાને લઇને અટકળો વધી ગઇ છે. શુક્રવારે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પાર્ટી જ્યાંથી કહેશે હું ત્યાંથી ચૂંટણી લડવા માટે તૈયાર છું.
આ પહેલા ગુરુવારે પ્રિયંકાએ રાયબરેલીના પ્રવાસ દરમિયાન એક કાર્યકર્તાએ જ્યારે તેણીને કહ્યું કે રાયબરેલીમાંથી લોકસભા ચૂંટણી લડી લો તો પ્રિયંકાએ મજાકમાં કહ્યું કે વારાણસીથી કેમ નહીં ? વારાણસીથી જ લડી લવ. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યાં છે.
લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ થઇ ગયું છે. સૌથી વધુ સાંસદોનું રાજ્ય હોવાને કારણે ઉત્તર પ્રદેશની રાજનીતિ મહત્વ વધું છે. ભાજપ આ લોકસભા ચૂંટણી પણ નરેન્દ્ર મોદીના નામ પર જ લડશે. તો કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોરચો સંભાળ્યો છે. પ્રિયંકા ગાંધીએ જાન્યુઆરીમાં રાજનીતિક એન્ટ્રી કરી હતી.
ઉત્તર પ્રદેશના મહત્વને ધ્યાને રાખી કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓને ઉત્તર પ્રદેશની જવાબદારી આપી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશની જવાબદારી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી પ્રિયંકા ગાંધી પાસે છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર