જ્યારે કૉંગ્રેસ કાર્યકર્તાઓ પર પોલીસે લાઠીઓ વરસાવી તો આવી રીતે ઢાલ બની ગઈ પ્રિયંકા ગાંધી, Video વાયરલ

જ્યારે કૉંગ્રેસ કાર્યકર્તાઓ પર પોલીસે લાઠીઓ વરસાવી તો આવી રીતે ઢાલ બની ગઈ પ્રિયંકા ગાંધી, Video વાયરલ
વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રિયંકા ગાંધીએ કેવી રીતે બેરીકેટને બાજુમાં ધકેલી પોલીસની સકંજામાંથી કાર્યકર્તાને બચાવ્યા. (PTI)

વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રિયંકા ગાંધીએ કેવી રીતે બેરીકેટને બાજુમાં ધકેલી પોલીસની સકંજામાંથી કાર્યકર્તાને બચાવ્યા

  • Share this:
    નવી દિલ્હીઃ હાથરસમાં કથિત ગેંગરેપ (Hathras Gangrape Case) પીડિતાના પરિજનોને મળવા જઈ રહેલા કૉંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)ને શનિવાર સાંજે ડીએનડી ફ્લાયઓવર પર રોકી લેવામાં આવ્યા. આ વાતથી નારાજ કૉંગ્રેસ કાર્યકર્તાઓએ ફ્લાયઓવર પર હોબાળો શરૂ કરી દીધો. હોબાળો વધતાં જ્યારે પોલીસે કૉંગ્રેસ કાર્યકર્તાઓને ત્યાંથી જવા માટે કહ્યું તો પોલીસની સાથે તેમનો સંઘર્ષ થયો. ત્યારબાદ પોલીસે એક કૉંગ્રેસી કાર્યકર્તા પર લાઠીઓ વરસાવવાની શરૂ કરી દીધી. આ જોઈને પ્રિયંકા ગાંધી પોતાના કાર્યકર્તાઓને બચાવવા માટે ત્યાં પહોંચી અને પોલીસ પાસેથી કાર્યકર્તાઓને છોડાવવા લાગી. આ સમગ્ર ઘટનાની વીડિયો પણ સામે આવ્યો છે, જેને કૉંગ્રેસ પાર્ટીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શૅર કર્યો છે.

    વીડિયોમાં જોઈ શકાય છે કે ડીએનડી ફ્લાયઓવર પર કૉંગ્રેસ કાર્યકર્તાઓને રોકવા માટે ભારે પોલીસ દળ તૈનાત હતું. આ દરમિયાન કેટલાક કાર્યકર્તા પોલીસના બેરીકેટને પાર કરીને આગળ જવાનો પ્રયાસ કરવા લાગ્યા. કૉંગ્રેસ કાર્યકર્તાઓને રોકવા માટે પોલીસે એક કાર્યકર્તાને પકડી લીધો અને લાઠીઓ વરસાવવાની શરૂ કીર દીધો. જ્યારે પ્રિયંકા ગાંધીએ કૉંગ્રેસ કાર્યકર્તાઓને મારતા જોયા તો તરત જ બેરીકેટને ખસેડીને તેમના કાર્યકર્તાની પાસે પહોંચી અને પોલીસકર્મીઓને ધક્કા મારતા કૉંગ્રેસ કાર્યકર્તાને બચાવી લીધા. ત્યારબાદ તે કાર્યકર્તાઓને ગાડીમાં બેસાડી દીધા અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તેમના ખબર-અંતર પૂછ્યા.



    આ પણ વાંચો, હવે ઓનલાઇન લેવડ-દેવડ માટે કામ નહીં આવે આપનું ડેબિટ/ક્રેડિટ કાર્ડ, RBIએ બદલ્યા નિયમ

    ઘણા લાંબા સમય સુધી ચાલેલા હોબાળા બાદ પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત 35 નેતાઓને હાથરસ જવાની મંજૂરી આપી દીધી. હાથરસ જવા દરમિયાન રસ્તામાં પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથે વાત કરી અને યોગી સરકાર પર જોરદાર હુમલો કર્યો. તેઓએ કહ્યું કે હું હજુ સુધી એ સમજી નથી શકી કે સરકારે આવું કેમ કર્યું. તેઓએ કહ્યું કે સરકાર જોવું જોઈએ કે તેઓ પીડિત પરિવારની મદદ કરે અને તેમને સમર્થન આપે.

    આ પણ વાંચો, IPL 2020: પોતાના કેપ્ટનના કારણે જ હારી ગયું KKR, જાણો દિલ્હી સામે કેમ ગુમાવી મેચ?

    યોગી સરકાર પર પ્રિયંકા ગાંધીએ કર્યો હલ્લાબોલ

    પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, એક દીકરીની સાથે આટલી મોટી દુર્ઘટના બની જાય, ત્યારબાદ જો આપણે તેના પરિવારની સાથે ઊભા ન થઈ શકીએ, તેમની મદદ ન કરી શકીએ અને તેમને ન્યાય ન અપાવી શકીએ તો શું કામની સરકાર. નોંધનીય છે કે મોડી સાંજે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીડિતાના પરિવારને મળ્યા અને ન્યાય અપાવવાનો ભરોસો અપાવ્યો. આ દરમિયાન પીડિતાની માતાએ પ્રિયંકા ગાંધીને ભેટીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. રાહુલ ગાંધીએ પણ પીડિતાના પરિજનોને આ મુશ્કેલ સમયમાં હિંમત આપી અને મદદનો ભરોસો પણ આપ્યો.
    Published by:Mrunal Bhojak
    First published:October 04, 2020, 08:24 am

    टॉप स्टोरीज