કોંગ્રેસ સાંસદે ગણાવ્યા ગૌમૂત્રના ફાયદા, કેન્સર ઠીક થવાનો કિસ્સો કહ્યો

News18 Gujarati
Updated: March 18, 2020, 10:40 PM IST
કોંગ્રેસ સાંસદે ગણાવ્યા ગૌમૂત્રના ફાયદા, કેન્સર ઠીક થવાનો કિસ્સો કહ્યો
કોંગ્રેસ (Congress)ના વરિષ્ઠ નેતા ઓસ્કર ફર્નાન્ડિસ

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું - યોગ આપણી સંપત્તિ છે. જો તમે યોગ કરશો તો તમારું સ્વાસ્થ્ય બજેટ 50 ટકા ઓછું થઈ જશે

  • Share this:
નવી દિલ્હી : કોંગ્રેસ (Congress)ના વરિષ્ઠ નેતા ઓસ્કર ફર્નાન્ડિસે (Oscar Fernandes)બુધવારે રાજ્યસભામાં (Rajya Sabha)ગૌમૂત્રની વિશેષતા ગણાવતા એક વ્યક્તિનો અનુભવ શેર કર્યો હતો. જેને તેમણી સામે ગૌમૂત્રથી કેન્સર ઠીક થવાનો દાવો કર્યો હતો.

ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ અને હોમેયોપેથી સાથે જોડાયેલ બે વિધેયકો પર એક સાથે થઈ રહેલી ચર્ચામાં ભાગ લેતા ફર્નાન્ડિસે કહ્યું હતું કે જ્યારે ગૌમૂત્રની વાત કરું છું તો મારા સારા મિત્ર જયરામ રમેશ (Jairam Ramesh)મારી ટાંગ ખેંચે છે.

ઓસ્કર ફર્નાન્ડિસે કહ્યું હતું કે તેને મેરઠ પાસે એક આશ્રમમાં એક એવો વ્યક્તિ મળ્યો હતો જેણે દાવો કર્યો હતો કે ગૌમૂત્ર પી ને તેણે પોતાનું કેન્સર મટાડી દીધું છે. ફર્નાન્ડિસે યોગ, પ્રાકૃતિક ચિકિત્સા અને ભારતીય ચિકિત્સા પદ્ધતિની પ્રશંસા કરતા પોતાનો એક અનુભવ જણાવ્યો હતો. મને એક સમયે ઘૂંટણમાં ઘણું દર્દ હતું ત્યારે ડોક્ટરોએ ઘૂંટણ બદલવાની સલાહ આપી હતી. આ પછી મેં વજ્રાસન કરવાનું શરુ કર્યું તો હવે કોઈ મુશ્કેલી વગર કુશ્તી લડી શકું છું.

આ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં સ્કૂલો બંધ, શિક્ષણ વિભાગ હવે કરાવશે ઓનલાઇન અભ્યાસ

કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી જી ની ઘૂંટણની સર્જરી થઈ હતી ત્યારે મને લાગ્યું કે જો હું તેમને જાણતો હોત તો હું તેમની પાસે જઈને વજ્રાસન કરવા કહેત અને તેનાથી તે ઠીક થઈ જાત.

ઓસ્કર ફર્નાન્ડિસે અમેરિકામાં એક એવા વ્યક્તિને મળવાનો દાવો કર્યો હતો જે 104 વર્ષના હતા અને યોગ કરવાના કારણે યુવાઓની જેમ ઝડપથી ચાલે છે. ફર્નાન્ડિસે કહ્યું હતું કે યોગ આપણી સંપત્તિ છે. જો તમે યોગ કરશો તો તમારું સ્વાસ્થ્ય બજેટ 50 ટકા ઓછું થઈ જશે. આ જીવન જીવવાની રીત છે.
First published: March 18, 2020, 10:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading