કોંગ્રેસની વર્તમાન સ્થિતિ માટે 3 લોકો જવાબદાર, રાહુલ ગાંધી તેમાંથી એક : નટવર સિંહ
પૂર્વ કેન્દ્રીય મંત્રી નટવર સિંહે (Natwar Singh) નેહરુ-ગાંધી પરિવારની ટિકા કરી
Punjab crisis- નટવર સિંહે કહ્યું - અમરિંદર સિંહ કોંગ્રેસમાં ઘણા સીનિયર વ્યક્તિ છે. 52 વર્ષથી રાજનીતિ કરી રહ્યા છે. તેમની સાથે તમે આવું કરી રહ્યા છો. તેના સ્થાને કોને લાવો છો નવજોત સિંહ સિદ્ધુને
નવી દિલ્હી : કોંગ્રેસ ટોપ લીડરશિપની (Congress Top Leadership)પરેશાનીઓ ઓછી થવાનું નામ લેતી નથી. એક દિવસ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલની (Kapil Sibal) નારાજગી પછી હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી નટવર સિંહે (Natwar Singh) નેહરુ-ગાંધી પરિવારની ટિકા કરી છે. નટવર સિંહે કહ્યું કે પાર્ટીમાં બધુ યોગ્ય ચાલી રહ્યું નથી. આવું ક્યારેય થયું નથી. ના વર્કિંગ કમિટીની બેઠક મળે છે ના AICCની મિટિંગ થાય છે. બસ આ ત્રણ લોકો છે જેમાં એકની પાસે કોઇ પદ પણ નથી અને તે જ નિર્ણય કરી રહ્યા છે. અમરિંદર સિંહને (Amarinder Singh)હટાવવાનો નિર્ણય તે લોકોએ જ કર્યો છે.
નટવર સિંહે કહ્યું હતું કે અમરિંદર સિંહ કોંગ્રેસમાં ઘણા સીનિયર વ્યક્તિ છે. 52 વર્ષથી રાજનીતિ કરી રહ્યા છે. તેમની સાથે તમે આવું કરી રહ્યા છો. તેના સ્થાને કોને લાવો છો નવજોત સિંહ સિદ્ધુને.
કપિલ સિબ્બલે કહ્યું- પાર્ટીનો કોઇ અધ્યક્ષ નથી, ખબર નથી કોણ લઇ રહ્યું છે નિર્ણય
આ પહેલા બુધવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે (Congress leader Kapil sibal)પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા હતા. પોતાના નારાજગી વ્યક્ત કરતા કપિલ સિબ્બલે (Kapil sibal)કહ્યું કે દુર્ભાગ્યથી કોંગ્રેસ પાસે કોઇ અધ્યક્ષ નથી, ખબર નથી કોંગ્રેસમાં કોણ નિર્ણય કરી રહ્યું છે. લોકો પાર્ટી છોડીને જઈ રહ્યા છે તેના પર વિચાર કરવાની જરૂર છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવાની માંગ કરી છે. કપિલ સિબ્બલે કહ્યું કે હું તમને (મીડિયા) તે કોંગ્રેસીઓ તરફથી બોલી રહ્યો છું જેમણે ગત ઓગસ્ટમાં પત્ર લખ્યો હતો. પત્ર લખ્યા પછી પણ સીડબલ્યુસી અને કેન્દ્રીય અધ્યક્ષના પદની ચૂંટણીના સંબંધમાં કરનારી કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છીએ.
કપિલ સિબ્બલે કહ્યું કે રાહ જોવાની પણ એક હદ હોય છે. અમે ક્યાં સુધી રાહ જોઈશું. અમે ફક્ત એક મજબૂત સંગઠનાત્મક સ્ટ્રક્ચર ઇચ્છીએ છીએ. કેટલીક વાત થવી જોઈએ. CWCમાં કોઇપણ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ. પંજાબની સ્થિતિ પર ચર્ચા થવી જોઈએ. અમે કોઇની સામે નથી, અમે પાર્ટીની સાથે છીએ. જોકે ફેક્ટ એ છે કે અમારી પાર્ટીનો કોઇ ચૂંટાયેલો અધ્યક્ષ નથી. પ્રદેશ કોંગ્રેસ કમિટીને દિલ્હીથી કંટ્રોલ કરવું જોઈએ નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર