કોરોનાવાયરસને લઈને મનીષ તિવારીએ ઉઠાવ્યા સવાલ, જૈવિક હથિયાર હોવાની શંકા વ્યક્ત કરી

કોરોનાવાયરસને લઈને મનીષ તિવારીએ ઉઠાવ્યા સવાલ, જૈવિક હથિયાર હોવાની શંકા વ્યક્ત કરી
કોરોનાવાયરસને લઈને મનીષ તિવારીએ ઉઠાવ્યા સવાલ, જૈવિક હથિયાર હોવાની શંકા વ્યક્ત કરી

અત્યાર સુધી કોરોનાવાયરસથી 1665 લોકોના મોત થયા છે અને હજારો લોકો તેનાથી પીડિત છે

 • Share this:
  નવી દિલ્હી : કોંગ્રેસ નેતા મનીષ તિવારી (Manish Tewari)એ ચીનથી હવે દુનિયાના ઘણા દેશોમાં ફેલાયેલ કોરોનાવાયરસ (Corona Virus)ના મામલાને લઈને ચાલી રહેલી કોસ્પિરેસી થિયરીને મળતી વાતનો દાવો કર્યો છે. આ થિયરીમાં દબાયેલા અંદાજમાં કહેવામાં આવી રહ્યું છે કે ચીનના વુહાનમાં ફેલાયેલ આ વાયરસ શહેરની કોઈ લેબ દ્વારા લોકોમાં ફેલાવવાનું શરુ થયું છે.

  મનીષ તિવારીએ લોકોને ‘ધ આઇજ ઓફ ડાર્કનેસ’(The Eyes of Darkness) નામની એક થ્રિલર નોવેલ વાંચવા કહ્યું છે. આ બેસ્ટ સેલિંગ નોવેલ અમેરિકાના લેખક ડીન કૂંટ્જે (Dean Koontz)લખી છે. આ બુકમાં એક ચીની મિલિટ્રી લેબની કહાની બતાવવામાં આવી છે. જે પોતાના જૈવિક હથિયાર કાર્યક્રમ અંતર્ગત એક વાયરસનું નિર્માણ કરે છે.  મનીષ તિવારીએ એક ટ્વિટમાં કહ્યું હતું કે શું કોરોનાવાયરસ ચીનીઓ દ્વારા તૈયાર કરેલ એક જૈવિક હથિયાર વુહાન-400(Wuhan-400)છે? આ બુક 1981માં પ્રકાશિત થઈ હતી. કૃપા કરીને બુકના અંશ અવશ્ય વાંચો. તિવારીએ બુકની એક તસવીર પણ ટ્વિટ કરી છે. જેમાં વૈજ્ઞાનિકનું નામ અને બુકની કેટલીક લાઇનો પર નિશાન કર્યા છે.

  આ પણ વાંચો - નિર્ભયા ગેંગરેપ : 3 માર્ચના રોજ સવારે 6 કલાકે દોષિતોને ફાંસી આપવામાં આવશે  ‘ધ આઇજ ઓફ ડાર્કનેસ’ની લાઇનમાં લખ્યું છે કે તે આ સામગ્રીને વુહાન-400 કહે છે કારણ કે તેને વુહાન શહેરની બહાર તેની RDNA લેબમાં બનાવ્યો છે અને તે તે રિસર્ચ સેન્ટમાં બનાવેલ માનવ નિર્મિત સુક્ષ્મજીવોનું ચારસોમાં ભાગ છે.

  વુહાન, જે ચીની રાજ્ય હુબેઈની રાજધાની છે. કોવિડ-19 વાયરસ (Covid-19 Virus)ના પ્રસારનું કેન્દ્ર બનેલ છે. અત્યાર સુધી આ વાયરસથી 1665 લોકોના મોત થયા છે અને હજારો લોકો તેનાથી પીડિત છે. અત્યાર સુધી વાયરસ 25 દેશોમાં ફેલાઇ ગયો છે.

  ટ્વિટર પર યૂઝર્સે ઘણા એવા ટ્વિટ કર્યા છે. જેમાં બુકમાં જે વાયરસનો ઉલ્લેખ છે તેમાં વુહાનથી ફેલાયેલ વાયરસમાં સમાનતા બતાવવામાં આવી છે.
  First published:February 17, 2020, 17:28 pm

  टॉप स्टोरीज