'દશરથના મહેલમાં 10 હજાર રૂમ હતા, કયામાં જન્મ્યા હતા ભગવાન રામ': અય્યર

News18 Gujarati
Updated: January 8, 2019, 10:42 AM IST
'દશરથના મહેલમાં 10 હજાર રૂમ હતા, કયામાં જન્મ્યા હતા ભગવાન રામ': અય્યર
કોંગ્રેસી નેતા મણિશંકર અય્યર (ફાઇલ ફોટો)

તમે પાકા પાયે કેવી રીતે કહી શકો કે ભગવાન રામ કયા રૂમમાં જન્મ્યા હતા- મણિશંકર અય્યર

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ વખતે રામ મંદિર મુદ્દે બોલતા તેમણે હિન્દુછવાદી સંગઠનોના ભગવાન રામના જન્મ લેવાના સ્થળના દાવા પર સવાલ ઉઠાવ્યો છે.

રામ મંદિર બનાવવાના સંબંધમાં તેઓ કહે છે કે એ વાત સમજની બહાર છે કે મંદિર ત્યાં બનાવવાની જીદ કેમ છે. મંદિર તમે તે સ્થળ સિવાય બીજે ક્યાંક બનાવી શકો છો.

અય્યરે કહ્યું કે, દશરથના મહેલમાં ઘણા બહા રૂમ હતા. કહેવામાં આવે છે કે તેમના મહેલામાં 10 હજાર રૂમ હતા. તમે પાકા પાયે કેવી રીતે કહી શકો કે ભગવાન રામ કયા રૂમમાં જન્મ્યા હતા.

 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવા પર કોંગ્રેસના સિનિયર નેતાઓ પૈકીના એક મણિશંકર અય્યરે પોતાની જ પાર્ટી અને તે સમયની નરસિંહરાવ સરકાર પર સવાલ ઉઠાવ્યો. દિલ્હીમાં આયોજીત એક શામ બાબરી મસ્જિદ કે નામ કાર્યક્રમમાં મણિશંકર અય્યરે આ ઘટનાનો ઉલ્લેખ કરતાં તેને રોકવામાં નિષ્ફળ રહેતાં નરસિમ્હા રાવ સરકારને ઘેરી લીધી.

વિવાદાસ્પદ નિવેદનોથી મણિશંકર અય્યરનો જૂનો સંબંધ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદી વિરુદ્ધ અય્યરે વિવાદાસ્પદ નિવેદન આપ્યો હતો. તેની નિંદા પોતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરી હતી. તેના માટે કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. બાદમાં કોંગ્રેસે તેમનું સસ્પેન્સન પરત લઈ લીધું હતું.
First published: January 8, 2019, 10:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading