Home /News /national-international /ભારત જોડો યાત્રામાં કોંગ્રેસના નેતાનું અચાનક નિધન, રાહુલ સહિત પ્રમુખ નેતાઓએ શોક વ્યક્ત કર્યો

ભારત જોડો યાત્રામાં કોંગ્રેસના નેતાનું અચાનક નિધન, રાહુલ સહિત પ્રમુખ નેતાઓએ શોક વ્યક્ત કર્યો

ભારત જોડો યાત્રામાં કોંગ્રેસના નેતાનું નિધન

પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલુ છે. હાલમાં આ યાત્રા મહારાષ્ટ્રમાં છે. આ દેશવ્યાપી યાત્રા દરમિયાન કોંગ્રેસના એક નેતાનું નિધન થઈ ગયું. આ નેતાનું નામ કૃષ્ણ કુમાર પાંડે છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટ કરીને તેમના નિધનની જાણકારી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, કૃષ્ણ કુમાર પાંડે ભારત જોડો યાત્રામાં પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ સાથે તિરંગો લઈને ચાલી રહ્યા હતા. પછી તેઓ અચાનક પડી ગયા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

વધુ જુઓ ...

  કૃષ્ણ કુમાર પાંડે કોંગ્રેસના સેવાદળના મહાસચિવ હતા. તેમના મૃત્યુ વિશે માહિતી આપતા જયરામ રમેશે કહ્યું કે, 'કૃષ્ણ કુમાર પાંડે મારી અને દિગ્વિજય સિંહ સાથે ભારત જોડો યાત્રામાં તિરંગો હાથમાં લઈને ચાલી રહ્યા હતા. થોડા સમય પછી તેમણે તિરંગો એક સાથીને આપ્યો અને પાછળ ચાલ્યા ગયા. આ પછી તેઓ અચાનક પડી ગયા અને તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેઓ સાચા કોંગ્રેસી હતા.

  આ પણ વાંચોઃ પીડિતાની માતાએ કહ્યું- 'સુપ્રીમ કોર્ટના આ અન્યાયને કેવી રીતે સહન કરવો?' 'કોર્ટ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે'
  રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો હતો

  રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસ નેતા કૃષ્ણ કુમાર પાંડેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, 'કોંગ્રેસ સેવા દળના મહાસચિવ કૃષ્ણકાંત પાંડેનું નિધન સમગ્ર કોંગ્રેસ પરિવાર માટે ખૂબ જ દુઃખદ છે. તેમના પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આજે યાત્રા દરમિયાન તેમણે છેલ્લી ઘડીએ તિરંગો હાથમાં લીધો હતો. દેશ પ્રત્યેનું તેમનું સમર્પણ આપણને કાયમ પ્રેરણા આપતું રહેશે.

  ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રમાં છે

  કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે નાંદેડ જિલ્લાના ગુરુદ્વારામાં પ્રાર્થના કર્યા પછી પાર્ટીની ભારત જોડો યાત્રાની શરૂઆત કરી. રાહુલ ગાંધીના નેતૃત્વમાં તામિલનાડુના કન્યાકુમારીથી 7 સપ્ટેમ્બરે શરૂ થયેલી ભારત જોડો યાત્રાનો આજે 62મો દિવસ છે. સોમવારે રાત્રે તેલંગાણાથી યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ્યા પછી, કોંગ્રેસ સાંસદે મંગળવારે સવારે ગુરુ નાનક જયંતિ નિમિત્તે ગુરુદ્વારા યાદવારી બાબા જોરાવર સિંહજી ફતેહ સિંહજીમાં પૂજા-અર્ચના કરી. પાર્ટીએ ટ્વીટ કર્યું, ગાંધીએ ગુરુદ્વારામાં સમાનતા માટે પ્રાર્થના કરી.
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Congress Leader, Dies, Rahul gandhi tweet

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन