'અધિકારીઓ પર અમારી નજર, ધ્યાન રાખજો અમારી પણ સત્તા આવી શકે છે'

 • Share this:
  કોંગ્રેસ નેતા કપીલ સિબ્બલે રાફેલ ડીલ પર નિયંત્રક તથા મહાલેખા પરીક્ષકની સંભાવિત રિપોર્ટને લઇને અધિકારીઓને ચેતવણી આપી છે, કેગ સોમવારે રાફેલ લડાકુ વિમાન કરાર પર પોતાનો રિપોર્ટ રજૂ કરી શકે છે. આ રિપોર્ટને સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે.

  આ વાતને લઇને સિબ્બલે કહ્યું કે અધિકારીઓએ ધ્યાન રાખવું જોઇએ કે ચૂંટણી આવતી-જતી રહે છે. ક્યારે અમે વિપક્ષમાં હોઇએ છીએ અને ક્યારેક સત્તા પર. અમે એવા અધિકારીઓ પર નજર રાખી રહ્યાં છીએ, જે વધુ ઉત્સાહી છે અને પીએમ મોદી પ્રત્યે પોતાની વફાદારી સાબીત કરવાના પ્રયાસ કરી રહ્યાં છે.

  રાફેલ ડીલ મામલે સિબ્બલે કહ્યુ કે રાફેલ ડીલ વર્તમાન સીએજી રાજીવ મહર્ષિ નાણામંત્રી હતા ત્યારે થઇ હતી, જો કે આ એક ભ્રષ્ટ ડીલ છે તો તપાસ તો થવી જોઇએ. પરંતુ કેગ ખુદ વિરુદ્ધ તપાસ કેવી રીતે કરશે ? પહેલા તે પોતાને બચાવશે, ત્યારબાદ સરકારને, આ હિતોનો ટકરાવ છે.

  તો જાણીતા વેટરન એક્ટર અમોલ પાલેકરની સ્પીચ અધવચ્ચે રોકી દેવા મામલે સિબ્બલે કહ્યું કે કોઇના વિરુદ્ધ દેશદ્રોહ થઇ જાય છે, તો કોઇને બોલવા નથી દેવામાં આવતા. આ ન તો નવું ભારત છે, કે નથી દેશ બદલી રહ્યો. પીએમ મોદી આ જ અચ્છે દિન અંગે વાત કરતાં હતા.

  ઉલ્લેખનીય છે કે અમોલ પાલેકર શનિવારે એક જાહેર મંચ પર બોલી રહ્યાં હતા, તેઓએ જેવું કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના એક નિર્ણયની આલોચના કરી, કાર્યક્રમની મોડરેટરે તેઓને બોલતા રોક્યા. પાલેકરના સંપૂર્ણ ભાષણ દરમિયાન અનેક વખત રોકવામાં આવ્યા અને સ્પીચ ઝડપથી પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું.
  Published by:Sanjay Vaghela
  First published: