Home /News /national-international /

રાજસ્થાનના રાજકીય સંકટ પર કૉંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કર્યું ટ્વિટ, આપણે ક્યારે જાગીશું

રાજસ્થાનના રાજકીય સંકટ પર કૉંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કર્યું ટ્વિટ, આપણે ક્યારે જાગીશું

કપિલ સિબ્બલે ટ્વિટ કરીને લખ્યું કે, પાર્ટી માટે ચિંતિત છું. શું આપણે ત્યારે જાગીશું જ્યારે ચીજો આપણા હાથથી સરકી જશે

કપિલ સિબ્બલે ટ્વિટ કરીને લખ્યું કે, પાર્ટી માટે ચિંતિત છું. શું આપણે ત્યારે જાગીશું જ્યારે ચીજો આપણા હાથથી સરકી જશે

  નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં રાજકીય ઉથલ-પાથલ બાદ હવે રાજસ્થાન (Rajasthan)ની ગહલોત સરકાર ઉપર પણ સંકટના વાદળો છવાયેલા લાગી રહ્યા છે. મુખ્યમંત્રી અશોક ગહલોત (CM Ashok Gehlot)થી નારાજ કહેવાતા રાજ્યના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ (Sachin Pilot)ના સમર્થનમાં લગભગ 20થી વધુ ધારાસભ્ય દિલ્હીમાં એકત્ર થયા છે. રાજસ્થાનમાં ગહલોત સરકાર પર સંકટ દેખાતા કૉંગ્રેસ (Congress)ના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ (Kapil Sibal)એ ચિંતા વ્યક્ત કરી છે. પોતાના ટવિટ દ્વારા તેઓએ ઈશારામાં પાર્ટીમાં હાઇકમાન્ડને ચેતવવાનો પણ પ્રયાસ કર્યો છે.

  કપિલ સિબ્બલે ટ્વિટ કરીને લખ્યું કે, આપણી પાર્ટી માટે ચિંતિત છું. શું આપણે ત્યારે જાગીશું જ્યારે ચીજો આપણા હાથથી સરકી જશે. પોતાના ટ્વિટના માધ્યમથી કપિલ સિબ્બલે પોતાની ચિંતા વ્યક્ત કરવા ઉપરાંત તેમની નારાજગી પણ જોવા મળી રહી છે. તેઓએ પોતાના આ ટ્વિટથી પાર્ટી હાઇકમાન્ડને સંદેશ આપ્યા છે કે સમયસર જો યોગ્ય નિર્ણય ન લેવામાં આવ્યા હોત તો પાર્ટીને ભારે નુકસાન ન ઉઠાવવું પડી શકે છે.


  આ પણ વાંચો, અનુપમ ખેરની માતા, ભાઈ, ભાભી સહિત 4 લોકો કોરોના પોઝિટિવ, જાતે આપી જાણકારી

  નોંધનીય છે કે, પાયલટ પ્રકરણથી કૉંગ્રેસનું આંતરિક રાજકારણ ગરમાઈ ગયું છે. SOGની એફઆઈઆર અને પૂછપરછના પત્ર બાદ નાયબમુખ્યમંત્રી સચિન પાયલટની નારાજગી વધી ગઈ છે. જોકે, SOGએ મુખ્યમંત્રીને પણ આવો પત્ર મોકલ્યો છે, પરંતુ હવે પાયલટ કૉંગ્રેસ હાઇકમાન્ડને મળી પોતાનો પક્ષ રજૂ કરવા માંગે છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Ashok Gehlot, Kapil Sibal, Sachin pilot, કોંગ્રેસ, રાજસ્થાન

  આગામી સમાચાર