Home /News /national-international /કપિલ સિબ્બલનો સોનિયા ગાંધી પર સીધો પ્રહાર, 'ગાંધી પરિવાર હટે, બીજાને નેતાને તક આપે'

કપિલ સિબ્બલનો સોનિયા ગાંધી પર સીધો પ્રહાર, 'ગાંધી પરિવાર હટે, બીજાને નેતાને તક આપે'

કપિલ સિબ્બલનો સોનિયા ગાંધી પર સીધો પ્રહાર (File Photo)

Kapil Sibal pain on congress decline: કોંગ્રેસની હાર પર હાર અને ભારે પતનથી કોંગ્રેસનાં જુના દિગ્ગજ નેતાઓ ચિંતિત છે. તેમનું દુ:ખ છલકાઇ રહ્યું છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, હું કોંગ્રેસનું આ પ્રકારનાં પતન થતા નથી જોઇ શકતો. કારણ કે અમે અસલી કોંગ્રેસી છીએ. તેમણે કહ્યું કે, આજે કોંગ્રેસ અંદરની કોંગ્રેસ છે પણ હું સૌની કોંગ્રેસ ઇચ્છુ છું ન કે ઘરની કોંગ્રેસ. તેમણે પાર્ટીનાં નેતૃત્વ અંગે પાર્ટીની અંદર મચેલાં ઘમાસાણ પર ખુલીને તેમની વાત કરી છે. કપિલ સિબ્બલે કહ્યું કે, હવે ગાંધી પરિવારે કોંગ્રેસનાં નેતૃત્વનો ભાર છોડી દેવો જોઇએ. અને કોઇ અન્ય નેતાને તેનું દાયિત્વ આપવું જોઇએ.

વધુ જુઓ ...
નવી દિલ્હી: પાંચ રાજ્યોમાં ભારે હાર, નેતૃત્વ પરિવર્તનની માંગણી, કોંગ્રેસ માંથી નેતાઓનું પલાયન સહિત ઘણાં એવાં મુદ્દા છે જેનાં પર કોંગ્રેસનાં જૂનાં નેતાઓનું દુખ ઉભરાઇ રહ્યું છે. આશરે 130 વર્ષનાં ઇતિહાસમાં કોંગ્રેસનું અત્યારથી વધુ પતન સંભવત: ક્યારેય નહોતું થયું. આ પતનથી કોંગ્રેસનાં જૂનાં નેતાઓ ઘણાં જ ચિંતિત છે. અને તેઓ નેતૃત્વમાં પિરવર્તનની માંગણી કરી રહ્યાં છે. દિગ્ગજ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલ પણ તેમાં શામેલ છે. કોંગ્રેસમાં સુધારાની માંગણી કરનારા ગ્રુપ 23નાં નેતાઓમાં કપિલ સિબ્બલ પહેલાં એવાં નેતા છે જે ખુલીને સોનિયા ગાંધીને પદ છોડવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, હવે ગાંધી પરિવારે કોંગ્રેસનાં નેતૃત્વનો ભાર છોડી દેવો જોઇએ. અને કોઇ અન્ય નેતાને દાયિત્વ સોંપવું જોઇએ.

કપિલ સિબ્બલે કહ્યું કે, પાર્ટી નેતૃત્વ કોયલની ધરતી (એટલે કે તેમને લાગે છે કે બધુ જ ઠીક છે, જ્યારે વાસ્તવિકતા તેનાંથી અલગ છે.) માં જીવી રહી છએ. 8 વર્ષથી પાર્ટીનું સતત પતન થઇ રહ્યું છે છતાં પણ તે ચેતતાં નથી. આ કોંગ્રેસ માટે દુર્ભાગ્યની વાત છે. ઉલ્લેખનીય છે કે, 2020માં કોંગ્રેસમાં સુધારાની માંગણી સાથે ગ્રુપ 23 નેતૈઓની એક ટોળી બની હતી. હવે આ ગ્રુપનાં નેતા ખુલીને નેતૃત્વ પર સવાલ કરી રહ્યાં છે. તે તમામ મુદ્દાઓ પર કોંગ્રેસનાં કદ્દાવર નેતાઓમાં શામેલ કપિલ સિબ્બલ (Kapil Sibbal)નું દુખ છલકાય છે. જોકે, તેમને સાંભળનારું કોઇ નથી.

આ પણ વાંચો-8માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની ઘરેથી ભાગી, WhatsAppની બ્લોક લિસ્ટમાં મળ્યાં 36 છોકરાઓનાં નંબર!

હું સૌની કોંગ્રેસ ઇચ્છુ છં ન કોઇ એક ઘરની કોંગ્રેસ- કપિલ સિબ્બલ કહે છે કે, કેટલાંક લોકો કોંગ્રેસની અંદરનાં જ માણસો છે, તો કેટલાંક કોગ્રેસની બહારનાં છે. પણ અસલી કોંગ્રેસ અને બધાની કોંકગ્રેસ માટે કોંગ્રેસનાં બહારનાં માણસોને સાંભળવાં જોઇએ. તેમણે કહ્યું કે, કોંગ્રેસનું જે પ્રકારે પતન થઇ રહ્યું છે, તે મારાથી જોવાઇ નથી રહ્યું. તેમણે કહ્યું કે, હું અંતિમ શ્વાસ સુધી કોંગ્રેસ માટે સંઘ્ષ કરતો રહીશ. તેમણે કહ્યું કે, સૌની કોંગ્રેસનો અર્થ ફક્ત એક સાથે હોવુંનથી. પણ ભારતમાં તે તમામ લોકોને એક સાથ લાવવાનાં છે જે ભાજપને નથી પસંદ કરતાં. આપણે એવો દ્રષ્ટિકોણ અપનાવવો પડશે જેમાં પરિવર્તનની તમામ તાકાત છે. જે આ દેશમાં તમામ સંસ્થાઓ માટે નિરંકુશ કબ્જાનાં વિરોધમાં છે. તેમને એક સાથે લાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જી, શરદ પવાર છે તે લોકો કોંગ્રેસથી દૂર ચાલ્યા ગયા છે આપણે તે તમામને સાથે લાવવાનાં છે.
" isDesktop="true" id="1189114" >

177 સાંસદ, ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી- કપિલ સિબ્બલે કહ્યું કે, વર્તમાન ચૂંટણી પરિણામથી મને આશ્ચર્ય થયું નથી. અમે 2014 થી સતત હારીએ છીએ. અમે એક પછી એક રાજ્યને હરાવી રહ્યા છીએ. જ્યાં અમે સફળ થયા ત્યાં પણ અમે પોતાને એક સાથે રાખી શક્યા નથી. કોંગ્રેસીઓની હિજરત આજે પણ અવિરત ચાલુ છે. કમનસીબી એ છે કે નેતૃત્વમાં વિશ્વાસ ધરાવતા લોકોની કોંગ્રેસમાંથી હિજરત થઈ છે. કપિલ સિબ્બલે કહ્યું કે, 2014થી લગભગ 177 સાંસદો અને ધારાસભ્યો અને 222 ઉમેદવારોએ કોંગ્રેસ છોડી દીધી છે. બીજી કોઈ પાર્ટીમાં આટલી મોટી સંખ્યામાં લોકોએ કોંગ્રેસ છોડી નથી.

લાખો લોકો જે ભાજપની વિચારધારા વિરુદ્ધ છે- કપિલ સિબ્બલે કહ્યું કે, આ દેશમાં એવા લાખો લોકો છે જેઓ કોઈપણ રાજકીય પક્ષમાં નથી, પરંતુ જેમની વિચારપ્રક્રિયા ભવિષ્યમાં સર્વસમાવેશકતા, એકતા, શાંતિ, સંવાદિતા, પરિવર્તન માટેની કોંગ્રેસની વિચાર પ્રક્રિયા સાથે મેળ ખાય છે. એવા લાખો લોકો છે જેમનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોનું કલ્યાણ, ગરીબી દૂર કરવાનો, નિરક્ષરતા દૂર કરવાનો છે. આવા લોકો તેમની વિચાર પ્રક્રિયા દ્વારા કોંગ્રેસી છે. આને હું દરેકની કોંગ્રેસ કહું છું. કેટલાક લોકોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તે કોઈપણ હોઈ શકે છે - A, B, C, કોઈપણ. પરંતુ કમનસીબી છે કે આ એબીસીઓને લાગે છે કે ઘરની કોંગ્રેસ વિના સૌની કોંગ્રેસ ચાલી શકે નહીં. આ અમારા માટે પડકાર છે. હું કોઈ ABCની વિરુદ્ધ નથી પરંતુ અમારે આ પડકાર સ્વીકારવો પડશે.
First published:

Tags: Congress Leader, Kapil Sibal, Priyanka gandhi, Sonia Gandhi, રાહુલ ગાંધી