Home /News /national-international /કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગીલ ભાજપમાં જોડાયા, અમરિંદર સિંહ અને સુનિલ જાખડને આપી મોટી જવાબદારી
કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગીલ ભાજપમાં જોડાયા, અમરિંદર સિંહ અને સુનિલ જાખડને આપી મોટી જવાબદારી
Jaiveer Shergill
કોંગ્રેસ નેતા જયવીર શેરગિલ ભાજપમાં જોડાઈ ગયા છે. તેમની સાથે ભાજપે કોંગ્રેસ નેતા અમરિંદર સિંહ અને સુનીલ જાખડને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તરીકે જગ્યા આપી છે. બંને નેતા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે.
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા જયવીર શેરગિલ ભાજપમાં જોડાઈ ગયા છે. તેમની સાથે ભાજપે કોંગ્રેસ નેતા અમરિંદર સિંહ અને સુનીલ જાખડને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તરીકે જગ્યા આપી છે. બંને નેતા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે.
Former Congress spokesperson Jaiveer Shergill appointed as national spokesperson of BJP: BJP
આપને જણાવી દઈએ કે, ઓગસ્ટ મહિનામાં જયવીર શેરગીલે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી ગતી. તેઓ પાર્ટીના સૌથી યુવાન રાષ્ટ્રીય પ્રવક્તા હતા. 39 વર્ષિય જયવીર શેરગિલે પાર્ટી છોડતા કોંગ્રેસ પર આકરાં પ્રહારો કર્યા હતા. તેમણે તે સમયે કહ્યું હતું કે, તેઓ સૌથી જૂની પાર્ટી સાથે તમામ જૂના સંબંધો તોડી રહ્યા છે કે, ચાપલૂસી ઊંઘઈની માફક સંગઠનને ખાઈ રહી છે.
Former Punjab CM Captain Amarinder Singh and former MP Sunil Jakhar appointed as members of the National Executive: BJP pic.twitter.com/T4QsJpkx9d
તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી જયવીર શેરગીલે પાર્ટી પર મોટા આરોપ લગાવ્યા હતા. તેમણે પાર્ટીના તત્કાલિન વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને લખ્યું હતું કે, મને એ કહેતા દુખ થાય છે કે, નિર્ણલ લેવો હવે જનતા અને દેશ હિત માટે નથી, પણ એ લોકોના સ્વાર્થી હિતોથી પ્રભાવિત છે, જે ચાટૂકારિતામાં લિપ્ત છે અને સતત જમીની હકીકતને નજરઅંદાજ કરી રહ્યા છે. કોંગ્રેસમાં વારાફરતી આવતા રાજીનામાથી સ્પષ્ટ છે કે પાર્ટીમાં અસંતોષ વધી રહ્યો છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર