કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યુ- દેશના ચાર મહાન સ્પિનરોમાં સૌથી મોટા સ્પીનર હતા અરુણ જેટલી

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યુ- દેશના ચાર મહાન સ્પિનરોમાં સૌથી મોટા સ્પીનર હતા અરુણ જેટલી
અરુણ જેટલી

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યુ કે, દેશમાં ચાર મહાન સ્પીનર થયા છે : બિશન સિંહ બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર અને વેંકટરાધવન. પરંતુ આ ચારેયને ભેગા કરવામાં આવે ત્યારે અરુણ જેટલી જેવો સ્પીનર બને છે.

 • Share this:
  પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપીના નેતા અરુણ જેટલીના નિધન પર કોંગ્રેસના નેતા અને રાજ્ય સભાના સાંસદ જયરામ રમેશે તેમને કંઈક અલગ જ રીતે શ્રદ્ધાંજલિ પાઠવી છે. એક ટ્વિટર સંદેશમાં જયરામ રમેશે લખ્યું કે ક્યારેક તેમણે અરુણ જેટલીને દેશના મહાન સ્પીન કહ્યા હતા. દેશમાં ચાર મહાન સ્પીનર થયા છે : બિશન સિંહ બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર અને વેંકટરાધવન. પરંતુ આ ચારેયને ભેગા કરવામાં આવે ત્યારે અરુણ જેટલી જેવો સ્પીનર બને છે.

  જયરામ રમેશે લખ્યુ, "જેટલી એવા ભાજપી હતા જે તમામ બિન-ભાજપીઓના ગમતા હતા. જમ્મુ-કાશ્મીરના દિગ્ગજ કોંગ્રેસ નેતાના જમાઈ એવા જેટલી દેશના સર્વશ્રેષ્ઠ કાયદાકીય અને રાજનીતિક દિમાગોમાંના એક હતા. તેમના મજાકિયા સ્વભાવ અને હાજર જવાબીપણાનો ક્યાંક જોટો જડે એમ નથી."  આ સંદેશમાં જયરામ રમેશે આગળ કહ્યુ કે, "એક વખત મેં કહ્યું હતું કે બેદી+પ્રસ+ચંદ્ર+વેંકટને એકસાથે લાવો તો જેટલીના સ્તરનો સ્પીનર તૈયાર થાય છે. આ વાતની તેમણે પણ ખૂબ મજા લીધી હતી."

  નોંધનીય છે કે રાજકારણ સિવાય અરુણ જેટલી ખૂબ લાંબા સમય સુધી દિલ્હી ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પણ રહ્યા હતા. જેટલીના યોગદાનને યાદ કરના જયરામે લખ્યું કે જીએસટી કાઉન્સિલની રચના કરવી એ જેટલાના તેમામ મોટા યોગદાનમાંનું એક છે.

  નોંધનીય છે કે રમેશ અને જેટલી બંને રાજ્યસભાના સાંસદ હતા. મનમોહનસિંહ સરકાર દરમિયાન રમેશ મંત્રી હતા અને જેટલી વિપક્ષના નેતા હતા. મોદી સરકારમાં બંનેની ભૂમિકા ઉલટી થઈ ગઈ હતી.

  કપિલ સિબ્બલે શેર કરી તસવીર

  અરુણ જેટલીના નિધન બાદ કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે એક જૂની તસવીર પોસ્ટ કરી છે. જેમાં તેઓ અને અરુણ જેટલી ક્રિકેટના મેદાનમાં નજરે પડે છે. અરુણ જેટલીના નિધન બાદ કબિલ સિબ્બલે તેમને જૂના મિત્ર અને પ્રિય સાથી જેવા શબ્દોથી શ્રદ્ધાંજલિ આપી હતી. રાજનીતિમાં બંને ભલે એકબીજાના વિરોધી હતા પરંતુ અંગત જીવનમાં બંને સારા મિત્રો હતા.

  કપિલ સિબ્બલે લખ્યું કે, "અરુણ જેટલની નથી રહ્યા તેવું જાણીને ખૂબ દુઃખ થયું. તેઓ બેમિશાલ વિપક્ષ નેતા હતા. એક જૂના મિત્ર અને પ્રિય સાથીને ભારત દેશના નાણા મંત્રી અને તેમની નીતિ અને યોગદાન માટે યાદ કરવામાં આવશે. તેઓ હંમેશા પોતાના મિત્રો અને પાર્ટી માટે ખડેપગે રહ્યા હતા."
  Published by:Vinod Zankhaliya
  First published:August 24, 2019, 18:12 pm

  ટૉપ ન્યૂઝ