કોંગ્રેસના નેતા જયરામ રમેશે કર્યા PM મોદીના વખાણ

News18 Gujarati
Updated: August 23, 2019, 2:25 PM IST
કોંગ્રેસના નેતા જયરામ રમેશે કર્યા PM મોદીના વખાણ
પીએમ મોદી અને જયરામ રમેશની ફાઇલ તસવીર

કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓએ કર્યા PM મોદીના વખાણ

  • Share this:
કોંગ્રેસ પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓ દ્વારા પીએમ મોદીના વખાણ કરવામાં આવ્યા છે. બુધવારે જયરામ રમેશે એક સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તો આજે કોંગ્રેસના નેતા અભિષેક સિંઘવીએ પણ ટ્વિટ કરી આ જ વાત ઉચ્ચારી છે. જયરામ રમેશે વડાપ્રધાનની ઉજ્જવલા યોજનની સફળતાના વખાણ કરતા કહ્યું છે કે વડાપ્રધાનને ખોટા સાબિત કરવા યોગ્ય નથી. કોઇ મામલે તેમની ગતિવિધિઓને સારું કે ખોટું કહી શકાય. પણ હંમેશા તમે તેમને ખલનાયક ના ચીતરી શકો.

બુધવારે એક પુસ્તક વિમોચનમાં જયરામ રમેશે કહ્યું કે મોદી સરકારનું શાસન મોડલ સંપૂર્ણપણે નકારાત્મક નથી. તેમને કેટલાક સારા કામ પણ કર્યા છે જેના કારણે તે ફરી સત્તામાં આવ્યા છે. માટે જ તેમને સતત ખોટા સાબિત કરવાના બદલે તેમના કેટલાક કામના વખાણ થવા જોઇએ. અને ઉજ્જવલા યોજના આવો જ એક પ્રયાસ છે જે સરાહનીય છે.

જે બાદ શુક્રવારે અભિષેક સિંઘવીએ પણ ટ્વિટ કરીને કહ્યું કે હું હંમેશા કહું છે કે મોદીને ખલનાયક રીતે રજૂ કરવો ખોટો છે કારણ કે તે દેશના વડાપ્રધાન છે. જો કે વિપક્ષ પણ તેમને સારા કામ કરવા માટે મદદ કરે છએ. અને તેમની સરકારના સારા કામમાંથી એક છે ઉજ્જવલા યોજના.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના આ બે નેતાઓનું નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસ પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમ પર સીબીઆઇ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કરી રહી છે. અને આર્ટીકલ 370 નાબૂદ કરવા મામલે કોંગ્રેસના તમામ મોટા નેતાઓ મોદી સરકારનો વિરોધ કરી રહી છે.
First published: August 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading