કાશ્મીરમાં તણાવ : કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદને શ્રીનગર એરપોર્ટ પરથી પરત મોકલાયા

ફાઇલ તસવીર

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ વધેલા તણાવને જોઈને કોઈને પણ શ્રીનગરમાં જવાની પરવાનગી નથી આપવામાં આવી રહી.

 • Share this:
  જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ ઉભા થયેલા તણાવને ધ્યાનમાં રાખીને કોઈને પણ શ્રીનગરમાં પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં નથી આવી રહી. સમાચાર છે કે કોંગ્રેસ નેતા અને સાંસદ તેમજ રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ ગુલામ અહમદ મીરને શ્રીનગર એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યા હતા. બંનેને પરત મોકલી દેવામાં આવ્યા છે. કલમ 370 હટાવ્યા બાદ શ્રીનગરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. એટલે સુધી કે ખીણમાં શાંતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક નેતાઓને નજરકેદ કરી લેવામાં આવ્યા છે. (આ પણ વાંચો :  ડોભાલ કાશ્મીરીઓને મળી રહ્યા હોવા પર આઝાદ બોલ્યા- પૈસા આપીને કોઈને પણ સાથે લઇ શકાય)

  જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિ અને ઉમર અબ્દુલ્લાને રવિવાર રાતથી જ નજરકેદ કરી લેવામાં આવ્યા છે. રાજ્યના કાયદો અને વ્યવસ્થાને ખતરો હોવાનો હવાલો આપીને સોમવારે રાત્રે બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. બંને નેતાઓને શ્રીનગરના હરિ નિવાસ ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે.

  બંને નેતાઓ બાદ પોલીસે પૂર્વ મુખ્યમંત્રી અને ડોગરા સ્વાભિમાન સંગઠન પાર્ટીના અધ્યક્ષ ચૌધરી લાલસિંહને પણ નજર કેદ કરી લીધા છે. લાલસિંહ જમ્મુના પહેલા એવા નેતા છે જેમને નજરકેદ કરી લેવામાં આવ્યા છે. ચૌધરી લાલસિંહને જમ્મુના ગાંધીનગર સ્થિત પોતાના સરકારી મકાનમાંથી બહાર નીકળવાની મંજૂરી નથી.
  Published by:Vinod Zankhaliya
  First published: