કૉંગ્રેસમાં રાહુલ અને સોનિયા ગાંધી વિરુદ્ધ ખુલ્લો બળવો? આઝાદના સમર્થનમાં આવ્યા 'G-23' નેતા

જમ્મુ ખાતે એકઠા થયેલા 'જી-23' નેતાઓ.

G-23 Meeth Jammu: આ તમામ નેતાઓએ ગત વર્ષે પાર્ટીના નેતૃત્વને તાત્કાલિક નિર્ણય લેવાની અને સંગઠનમાં ફેરફાર કરવાની માંગ કરી હતી.

 • Share this:
  જમ્મુ: ગત વર્ષે ઓગસ્ટમાં કૉંગ્રેસ નેતૃત્વ સામે નારાજગી પ્રગટ કરનાર G-23 સમૂહના નેતાઓ ફરી એક વખત જમ્મુ ખાતે એકઠા થયા છે. શનિવારે આયોજીત 'શાંતિ સંમેલન' પાર્ટીમાં ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad), કપિલ સિબ્બલ (Kapil Sibal) સહિતના નેતાઓએ કૉંગ્રેસને લઈને પોતાની નારાજગી ખુલ્લીને જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે આ તમામ નેતાઓએ ગત વર્ષે પાર્ટીના નેતૃત્વને તાત્કાલિક નિર્ણય લેવાની અને સંગઠનમાં ફેરફાર કરવાની માંગ કરી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે આ કાર્યક્રમમાં શામેલ નેતાઓ રાજ્યસભામાંથી વિદાય લીધા બાદ ગુલામ નબી આઝાદ સાથે જે વર્તન થયું તેનાથી નારાજ છે.

  જમ્મુ ખાતે આયોજિત શાંતિ સંમેલનમાં આનંદ શર્મા, મનીષ તવારી, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપિન્દરસિંહ હુડ્ડા, વિવેક તન્ખા અને રાજ બબ્બર જેવા અનેક કૉંગ્રેસી દિગ્ગજ શામેલ છે. શર્માએ ખુલ્લા શબ્દોમાં કહ્યુ કે, કોઈ આપણને ન કહી શકે કે અમે કૉંગ્રેસી છીએ કે નહીં. તેમણે કહ્યુ કે, "જે કૉંગ્રેસમાં છે તેઓ મહાત્મા ગાંધીના વિચારને માને છે, તેમની અંદર સાચું બોલવાની હિંમત ન હોય એવું કેવી રીતે બની શકે."

  તેમણે કહ્યુ કે, "છેલ્લા એક દશકામાં કૉંગ્રેસ નબળી પડી છે. અમે નથી ઇચ્છતા કે અમારી ઉંમર વધી રહી છે ત્યારે કૉંગ્રેસ નબળી પડે. આપણામાંથી કોઈ ઉપરથી નથી આવ્યું. બારી-દરવાજામાંથી નથી આવ્યું. અમે વિદ્યાર્થી આંદોલનથી આવ્યા છીએ. અમે એ અધિકાર કોઈને નથી આપ્યો કે તેઓ અમને કહે કે અમે કૉંગ્રેસી છીએ કે નહીં."

  આ પણ વાંચો: અમદાવાદ: હસતા મોઢે પાણીમાં કૂદીને આપઘાત કરી લેનાર યુવતીનો પરિવાર સાથે વાતચીતનો અંતિમ ઓડિયો આવ્યો સામે

  કહેવામાં આવી રહ્યું છે કે કાર્યક્રમમાં શામેલ નેતાઓ ગુલામ નબી આઝાદ સાથે થયેલા વર્તનથી નારાજ હતા. વરિષ્ઠ નેતા અને વકીલ કપિલ સિબ્બલે કહ્યુ કે, "મને એ નથી સમજાતું કે કૉંગ્રેસ પાર્ટી ગુલામ નબી આઝાદના અનુભવનો ઉપયોગ શા માટે નથી કરતી." મનીષ તિવારીએ જણાવ્યું કે તેઓ અહીં ગ્લોબલ ફેમિલીના બોલાવવા પર જમ્મુ ખાતે એકઠા થયા છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા રાજ બબ્બરે જણાવ્યું કે, "લોકો કહે છે જી-23, હું કહું છું ગાંધી 23. જી-23 કૉંગ્રેસનું સારું ઇચ્છી રહી છે. આઝાદ સાહેબની યાત્રા હજુ પૂર્ણ નથી થઈ. અડધી પણ નથી થઈ."

  આ પણ વાંચો: આંધ્ર પ્રદેશમાં ગધેડા લુપ્ત થવાની કગાર પર, યૌન શક્તિ વધારવા લોકો ખાઈ રહ્યા છે માંસ

  પાર્ટીએ આઝાદને સન્માન ન આપ્યું

  સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે જી-23 સમૂહના એક નેતાએ કહ્યુ કે, "જ્યારે બીજી રાજકીય પાર્ટી આઝાદને સીટ ઑફર કરી રહી છે. વડાપ્રધાન મોદીએ તેમના વિશે આટલા સારા શબ્દો કહ્યા છે. ત્યારે અમારી કૉંગ્રેસ પાર્ટીના નેતૃત્વએ તેમનો કોઈ સન્માન નથી આપ્યું." ખાસ વાત તો એ છે કે અનેક નેતાઓને બાજુમાં મૂકીને મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. પાર્ટીના આ નિર્ણયથી જી-23 નેતાઓની નારાજગી વધી ગઈ છે.
  Published by:Vinod Zankhaliya
  First published: