Home /News /national-international /'કેનેડિયન નાગરિક અક્ષયને INS સુમિત્રા પર લઈ જવો કેટલું યોગ્ય?'

'કેનેડિયન નાગરિક અક્ષયને INS સુમિત્રા પર લઈ જવો કેટલું યોગ્ય?'

આઈએનએસ સુમિત્રા પર અક્ષય કુમાર

બુધવારે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર આક્ષેપ કર્યો હતો કે તેમણે આઈએનએસ વિરાટનો ખાનગી ટેક્સીની જેમ ઉપયોગ કર્યો હતો.

    નવી દિલ્હી : કોંગ્રેસ નેતા દિવ્યા સ્પંદનાએ ગુરુવારે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક તસવીર પોસ્ટ કરીને પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અંગે કરેલી ટિપ્પણીનો જવાબ આપ્યો હતો. દિવ્યાએ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારનું ઉદાહણ ટાંકીને પીએમ મોદીને સવાલ કર્યો હતો કે શું એક કેનેડિયન નાગરિકને નેવીના યુદ્ધ જહાજ INS સુમિત્રા પર લઈ જવાનું યોગ્ય હતું?

    પીએમ મોદી અને અભિનેતા અક્ષય કુમારને ટેગ કરતા દિવ્યાએ કરેલા ટ્વિટમાં લખ્યું કે, "પીએમ મોદી કેનેડિયન નાગરિક @akshaykumaને પોતાની સાથે આઈએનએસ સુમિત્રા પર લઈ ગયા હતા. મોટાભાગના લોકો આ વિવાદને ભૂલ્યા નથી."

    નોંધનીય છે કે બુધવારે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર આક્ષેપ કર્યો હતો કે તેમણે આઈએનએસ વિરાટનો ખાનગી ટેક્સીની જેમ ઉપયોગ કર્યો હતો. 1987માં રાજીવ ગાંધી તેમના મિત્રો અને સાસરી પક્ષના લોકો સાથે આઈએનએસ વિરાટ પર વેકેશન માણવા ગયા હતા.

    કોંગ્રેસે પીએમ મોદીના આ નિવેદનની આકરી ટીકા કરી હતી. આ મામલે નિવૃત્ત વાઇસ એડમિરલ વિનોદ પસરીચાએ સ્પષ્ટતા કરી હતી કે રાજીવ ગાંધી INS વિરાટ પર ઓફિશિયલ મુલાકાતે ગયા હતા, વેકેશન માટે નહીં. આ સાથે જ કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે વડાપ્રધાન મોદી એરફોર્સના જેટનો પોતાની વ્યક્તિગત ટેક્સીની જેમ ઉપયોગ કરી રહ્યા છે. ચૂંટણી રેલીઓમાં હાજરી આપવા માટે તેઓ ટ્રીપ દીઠ ફક્ત રૂ. 744 જેટલો જ ખર્ચ ચુકવી રહ્યા છે.

    આ પણ વાંચો : PM મોદીનું રાજીવ ગાંધી પર નિશાન : 'ગાંધી પરિવાર માટે ખાનગી ટેક્સી હતું INS વિરાટ'

    દિવ્યા સ્પંદનાની ટ્વિટ બાદ અક્ષય કુમારની નાગરિકતાને લઈને શરૂ થયેલો વિવાદ પણ ફરી તાજો થયો છે. તાજેતરમાં જ અક્ષય કુમારે પીએમ મોદીનું એક બીન-રાજકીય ઇન્ટરવ્યૂ કર્યું હતું. ઇન્ટરવ્યૂના બીજા દિવસે અક્ષયની પત્ની ટ્વિન્કલ ખન્નાએ વોટિંગ કર્યું હતું, પરંતુ અક્ષયે વોટિંગ કર્યું ન હતું. આ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં અક્ષયે જણાવ્યું હતું કે તેની પાસે કેનેડાનો પાસપોર્ટ છે.

    આ પણ વાંચો : રાજીવ ગાંધીની INS વિરાટની ટ્રીપ ઓફિશિયલ હતી : પૂર્વ નેવી ઓફિસર
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Divya Spandana, INS Viraat, Lok sabha election 2019, Rajiv gandhi, અક્ષય કુમાર, પીએમ મોદી

    विज्ञापन
    विज्ञापन