Home /News /national-international /ભારત જોડો યાત્રા: રાહુલ ગાંધી સાથે ચાલવા જતાં દિગ્વિજય સિંહ ઠેબે ચડ્યા, વાંક રસ્તાનો કાઢ્યો

ભારત જોડો યાત્રા: રાહુલ ગાંધી સાથે ચાલવા જતાં દિગ્વિજય સિંહ ઠેબે ચડ્યા, વાંક રસ્તાનો કાઢ્યો

પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ પડી ગયા

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે ચોથો દિવસ છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં યાત્રા આજે ઓમકારેશ્વરથી ઈન્દોર જઈ રહી છે. આ દરમિયાન ત્યાં નાસભાગ મચી ગઈ, જેમાં દિગ્વિજય સિંહ પડી ગયા. કેટલાક કાર્યકરો પણ તેમના પર પડ્યા હતા. પછી અન્ય કાર્યકરોએ તેમને ઉભા કર્યા હતા. આ પછી દિગ્વિજય સિંહે નારાજગી વ્યક્ત કરી હતી.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Madhya Pradesh, India
    ઓમ્કારેશ્વર: મધ્યપ્રદેશમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે ચોથો દિવસ છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં યાત્રા આજે ઓમકારેશ્વરથી ઈન્દોર જઈ રહી છે. આ દરમિયાન ત્યાં નાસભાગ મચી ગઈ, જેમાં દિગ્વિજય સિંહ પડી ગયા. કેટલાક કાર્યકરો પણ તેમના પર પડ્યા હતા. પછી અન્ય કાર્યકરોએ તેમને ઉભા કર્યા હતા. આ પછી દિગ્વિજય સિંહે નારાજગી વ્યક્ત કરી હતી.

    બરવાહથી લગભગ 4 કિલોમીટર આગળ જતાં, રાહુલ ગાંધી અચાનક ચોર બાવડી પાસે બનેલી હોટલમાં ચાના બ્રેક માટે રોકાયા હતા. આ દરમિયાન ત્યાં નાસભાગ મચી ગઈ, જેમાં દિગ્વિજય સિંહ પડી ગયા. કેટલાક કાર્યકરો પણ તેમના પર પડ્યા હતા. પછી અન્ય કાર્યકરોએ તેમને ઉભા કર્યા હતા. જોકે આ દરમિયાન તેમને કોઈ ગંભીર ઈજા થઈ નહોતી થઈ અને બાદમાં તેઓ રાહુલ ગાંધી સાથે ચાલતા જોવા મળ્યા હતા. હવે યાત્રા ઓમકારેશ્વરથી ઈન્દોર તરફ આગળ વધી રહી છે. આજે આ યાત્રામાં પ્રિયંકા ગાંધી હાજર નથી.

    આ પણ વાંચોઃ તિહાડમાંથી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો સામે આવ્યો, જેલ સુપ્રિટેન્ડેન્ટની સાથે જોવા મળ્યા

    આગળ યાત્રા ખરગોન જિલ્લાના મણિહાર, બલવારા થઈને મહુ પહોંચશે. રાહુલ અહીં આંબેડકર સ્મારક ખાતે બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ સામાન્ય સભાને સંબોધશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, પૂર્વ સીએમ કમલનાથ, પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ અને દેશ અને રાજ્યના લગભગ 40 નેતાઓ તેમની સાથે મંચ પર હાજર રહેશે

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ કમલનાથે જણાવ્યું કે હવે પ્રિયંકા ગાંધી દિલ્હી પરત ફર્યા છે. તેઓ રાજસ્થાનની યાત્રામાં જોડાશે. પ્રિયંકા ગાંધી તેમના પતિ રોબર્ટ વાડ્રા અને પુત્ર સાથે યાત્રામાં જોડાયા હતા. બીજી તરફ રાહુલ ગાંધી પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ટિપ્પણી અંગે કમલનાથે કહ્યું કે ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેના કારણે ભાજપના નેતાઓ બેફામ બન્યા છે. હવે એ લોકો રાહુલ જીના ચંપલની પણ વાત કરશે.

    સ્મૃતિ ઈરાનીએ રાહુલને લઈને ટ્વિટ કર્યું હતું


    તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના ઓમકારેશ્વર મંદિરમાં પૂજા કરવા અને પછી આરતીમાં હાજરી આપવા પર ટિપ્પણી કરી હતી. એક ટ્વિટ દ્વારા ઈરાનીએ રાહુલ ગાંધીની આરતી કરતા ઊંધી તસવીર ટ્વીટ કરી અને લખ્યું, "હવે ઠીક છે. ઓમ નમઃ શિવાય."
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Congress Leader, Congress president rahul gandhi, Priyanka gandhi, દિગ્વિજયસિંહ

    विज्ञापन
    विज्ञापन