રામ કદમની જીભ કાપનારને આપીશ રૂ. 5 લાખનું ઈનામઃ કોંગ્રેસના પૂર્વ મંત્રી

ભાજપા ધારાસભ્ય રામ કદમ (ફાઈલ ફોટો)

તમને જણાવી દજઈએ કે, મુંબઈમાં દહી હાંડી આયોજન દરમ્યાન બીજેપી ધારાસભ્ય રામ કદમે છોકરીઓને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું

 • Share this:
  મહારાષ્ટ્રના એક પૂર્વ મંત્રીએ ભાજપાના ધારાસભ્ય રામ કદમની જીભ કાપીને લાવનારને ઈનામ આપવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયો ક્લિપમાં તે આવું બોલતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ભાજપાના ધારાસભ્ય રામ કદમ એક છોકરીના અપહરણ કરવા સંબંધી એક ટીપ્પણીને લઈ હાલમાં વિવાદોમાં છે. ત્યારબાદ કોગ્રેસના પૂર્વ મંત્રી સુબોધ સાઓજીએ આ ટીપ્પણી કરી છે.

  મહારાષ્ટ્રના બુલઢાનામાં આયોજીત એક કાર્યક્રમના વીડિયોમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી સુબોધ સાઓજી કથિત રૂપથી એવું કહેતા જોવા મળી રહ્યા છે કે, કદમનું નિવેદન ધારાસભ્યની ગરીમાના અનુરૂપ નથી. તેમણે કહ્યું કે, જેથી હું તેમની જીભ કાપીને લાવનારને રૂપિયા 5 લાખનું ઈનામ આપવાનું એલાન કરૂ છું.

  તમને જણાવી દજઈએ કે, મુંબઈમાં દહી હાંડી આયોજન દરમ્યાન બીજેપી ધારાસભ્ય રામ કદમે છોકરીઓને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ઘાટકોપરથી બીજેપીના ધારાસભ્ય રામ કદેમે આ દરમ્યાન યુવાનોને સંબોધિત કર્યા હતા અને તેમના માટે છોકરીઓનું અપહરણ કરીને લાવવાની વાત કરી હતી. સોશિયલ મીડિયા પર બીજેપી ધારાસભ્ય રામ કદમના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે છોકરાઓ માટે છોકરીઓ ભગાવીને અને અપહરણ કરીને લાવવાની વાત કરી હતી.

  આ વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય જીતેન્દ્ર આવ્હાડે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીડિયોમાં રામ કદમે કહ્યું હતું કે, જો છોકરાઓને છોકરી પસંદ છે અને તેના મા-બાપને છોકરી પસંદ આવી જાય તો, લગ્ન કરવામાં કોઈ વાંધો નથી, તો હું છોકરીને ભગાડીને લાવી આપીશ.
  Published by:kiran mehta
  First published: