જયપુર : રાજસ્થાનમાં રાજનીતિક સંકટની વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા અજય માકને (Ajay Maken) ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અશોક ગેહલોત સરકાર (Ashok Gehlot Government) સુરક્ષિત છે, કારણ કે, અમારી પાસે બહુમત કરતા 15-20 ધારાસભ્યો વધુ છે. સાથે કહ્યું કે અમે શુક્રવારે આવનાર રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. તેના પછી અમે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દ્વારા પોતાનો બહુમત સાબિત કરીશુ.
કોંગ્રેસ નેતા અજય માકને સ્પષ્ટ કહ્યું કે હાઈકોર્ટનો નિર્ણય તેમના પોતાના પક્ષમાં આવશે નહી, પરંતુ તે દરેક નિર્ણય માટે તૈયાર છે. તેમણે કહ્યું કે અમે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરમિયાન પોતાનો બહુમત સાબિત કરવાનો દમ રાખીએ છીએ, કેમ કે અમારી પાસે 15 થી 20 ધારાસભ્ય વધુ છે. સાથે તેમણે જણાવ્યું કે અમે કોર્ટમાં ગયા નથી પરંતુ સચિન પાયલટ અને બળવાખોર પક્ષ ગયા છે. તેમણે અમારી પાસે બહુમત નહી હોવાની સાથે કોર્ટમાં વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની માંગ મુકી છે.
આ પણ વાંચો - આ એક વિટામિને આ દેશોને કોરોના સંક્રમણથી બચાવી લીધા, તમે પણ ખાવ
અજય માકને કહ્યું કે તે શુક્રવારે સવારે આવનાર કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે, કારણ કે તેમની સાથે હાજર એક ગુટ એવી વાત કરી રહ્યા છે, પરંતુ અમે સુપ્રીમકોર્ટના નિર્ણયની રાહ જોઈશું નહીં, જે થોડાક દિવસો પછી આવશે, અમારી પાસે બહુમત છે એટલે ડરવાની કોઈ વાત નથી.
કોંગ્રેસ નેતા અજય માકને સચિન પાયલટને લઈને કહ્યું કે અમે તેમને કોંગ્રેસની બહાર નિકાળ્યા નથી, પરંતુ શું કોઈ ધારાસભ્ય પોતાની પાર્ટી પાસે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની માંગ કરે. અમે તેમને ઘણી વાર કહ્યું કે તમારી વાત સામે રાખો, તેનુ સમાધાન કરવામાં આવશે. માકને કહ્યું કે હું હંમેશા યુવા નેતાઓનો સમર્થક રહ્યો છું. જોકે મારા સિવાય રણદીપ સુરજેવાલા અને વેણુગોપાલ પણ ઘણી વાર સચિનને કહી રહ્યા છે કે આવો અને બેસીને વાત કરીએ, પરંતુ તે વાત કરવા માટે તૈયાર નથી.