કોંગ્રેસના આ નેતાએ પીએમને લખ્યો પત્ર, કહ્યું ગરીબોને મહિને 6 હજાર અને રાશન આપે સરકાર

કોંગ્રેસના આ નેતાએ પીએમને લખ્યો પત્ર, કહ્યું ગરીબોને મહિને 6 હજાર અને રાશન આપે સરકાર

 • Share this:
  નવી દિલ્લી: દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ લોકડાઉનને કારણે થોડું સંક્રમણ ઘટ્યું છે. રવિવારે કોરોના કેસોની સંખ્યામાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ લોકડાઉનમાં ગરીબ લોકો ઘર કેવી રીતે ચલાવે તે સૌથી મોટી સમસ્યા છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ મુદ્દાને લઈને પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે. અને આ પત્રમાં પીએમ મોદીને આગ્રહ કરવામાં આવ્યો છે કે, લોકડાઉના સમયમાં સરકારે ગરીબોને આર્થિક મદદ કરવી જોઇએ.

  અધીર રંજને પત્રમાં શુ લખ્યું ?  અધિર રંજન ચૌધરીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, દેશના ઘણા રાજ્યોમાં કોરોની ચેઈન તોડવા માટે લોકડાઉનનો આશરો લેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન, સૌથી વધુ મુશ્કેલીઓ એવા લોકો પર આવી રહી છે કે, જેઓ દૈનિક વેતનથી પોતાનું ઘર ચલાવે છે. લોકડાઉનને કારણે તેમનો રોજગાર ખોવાઈ ગયો છે અને તે પોતાનો પરિવાર ચલાવવામાં અસમર્થ રહ્યો છે. આવી સ્થિતિમાં અધિર રંજન ચૌધરીએ વડાપ્રધાન પાસે માગ કરી છે કે, તેઓ આવા લોકોને 6000 / મહિનાના દરે રેશન અને આર્થિક સહાય આપે, જેથી તેઓ તેમનો પરિવાર ચલાવી શકે. તેમણે માંગ કરી છે કે, આર્થિક સહાય સીધા પાત્ર લોકોના બેંક ખાતામાં જમા થવી જોઈએ. પત્રમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પશ્ચિમ બંગાળના લોકોને પણ આ યોજનાનો લાભ આપવો જોઈએ.  લોકસભા અધ્યક્ષને પણ લખ્યો પત્ર

  કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને સંસદની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (પીએસી)ની બેઠકની અપીલ કરી હતી. અધ્યક્ષને લખેલા પત્રમાં ચૌધરીએ કહ્યું હતું કે, 'અસરકારક રસીકરણ નીતિ' એ રોગચાળો સામે લડવાની દિશામાં સમયની જરૂરિયાત છે અને પીએસીએ ડિજિટલ માધ્યમ દ્વારા તેની ચર્ચા કરવા માટે એક બેઠક યોજી લેવી જોઈએ. પત્ર દ્વારા તેમણે આરોગ્ય મંત્રાલય, આઈસીએમઆર અને અન્ય સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરવાની મંજૂરીની વિનંતી કરી.

  વિપક્ષના પત્રમાં બેરોજગારી ભથ્થાની માગ

  આ પહેલા વિપક્ષના 12 પક્ષોએ એકત્ર થઇને પીએમ મોદીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં પણ કોરોના યુગના તમામ બેરોજગાર લોકોને મહિને 6,000 રૂપિયાની માંગ કરવામાં આવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે જરૂરિયાતમંદ લોકોને કેન્દ્ર સરકારના અનાજના ગોડાઉનોમાંથી અનાજ આપવું જોઈએ. પત્ર લખનારા નેતાઓમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડા પ્રધાન એચડી દેવે ગૌડા સહિત 12 મોટા વિપક્ષી દળોના નેતાઓ શામેલ છે.
  Published by:kuldipsinh barot
  First published:May 16, 2021, 23:23 pm

  ટૉપ ન્યૂઝ