નવી દિલ્હી: ગુજરાત ચૂંટણી પહેલા જ અરવિંદ કેજરીવાલે એક નવા વિવાદને જન્મ આપ્યો છે. નોટો પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો ફોટો લગાવવાની માંગણી પર ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ તેમના પર કટાક્ષ કર્યો છે.
જ્યાં ભાજપે કેજરીવાલના નિવેદનને યુ-ટર્નની પરાકાષ્ઠા ગણાવી છે, ત્યારે હવે કોંગ્રેસના નેતા સલમાન સોઝે કહ્યું હતું કે, જો નોટો પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો સમાવેશ કરવાથી સમૃદ્ધિ આવી શકે છે, તો તેમાં અલ્લાહ, ઈસુ, ગુરુ નાનક વગેરેનો સમાવેશ કરવો જોઈએ.
આ સિવાય કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે પણ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું અને તેમને ભાજપ અને RSSની 'બી ટીમ' ગણાવી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલને કોઈ પ્રકારની સમજ નથી. આ તેમની મતની રાજનીતિ છે. જો તે પાકિસ્તાનમાં વોટ લેવા જાય તો તે પણ કહેશે કે, હું પાકિસ્તાની છું, આથી મને વોટ આપો.
ભાજપે પણ પ્રહારો કર્યા
ભાજપે પણ કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, આ એ જ વ્યક્તિ છે જે હિંદુ ધર્મનું અપમાન કરે છે. અયોધ્યા જવાનો ઇનકાર કરતાં તેઓ કહે છે કે, ભગવાન તેમની પ્રાર્થના સ્વીકારશે નહીં. સ્વસ્તિકનું અપમાન કરે છે અને હવે હિંદુ ધર્મ પર યુ-ટર્ન લે છે. કેજરીવાલે કહ્યું હતું કે, જો આપણી ચલણી નોટોમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો ફોટો હશે તો આપણો દેશ પ્રગતિ કરશે. હું એક-બે દિવસમાં આ મુદ્દે વડાપ્રધાનને પત્ર લખીશ.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર