કર્ણાટકમાં ‘મલાઇદાર’ મંત્રાલયો માટે રસ્સાખેંચ, બે ડે. મુખ્યમંત્રીની કોંગ્રેસની માંગણી

News18 Gujarati
Updated: May 29, 2018, 3:29 PM IST
કર્ણાટકમાં ‘મલાઇદાર’ મંત્રાલયો માટે રસ્સાખેંચ, બે ડે. મુખ્યમંત્રીની કોંગ્રેસની માંગણી
કર્ણાટકમાં ગઠબંધન સરકારના ભાગીદાર કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે મંત્રી પદની વહેંચણીને લઇને અત્યાર સુધી કોઇ સમાધાન થઇ શક્યું નથી.

કર્ણાટકમાં ગઠબંધન સરકારના ભાગીદાર કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે મંત્રી પદની વહેંચણીને લઇને અત્યાર સુધી કોઇ સમાધાન થઇ શક્યું નથી.

  • Share this:
કર્ણાટકમાં ગઠબંધન સરકારના ભાગીદાર કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે મંત્રી પદની વહેંચણીને લઇને અત્યાર સુધી કોઇ સમાધાન થઇ શક્યું નથી. સુત્રોએ ન્યૂઝ 18ને જણાવ્યું હતું કે, કોંગ્રસ કર્ણાટકમાં બે ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની પોતાની જૂની માંગણી ઉપર હજી અડગ છે. પોતાની પાર્ટીના જ બંને ડેપ્યુટી મુખ્યમંત્રી હોવાની કોંગ્રેસની માંગણી છે. પરંતુ કુમાર સ્વામી આ માટે તૈયાર નથી.

મુખ્યમંત્રી કુમારસ્વામી સાથે કોંગ્રેસના જી પરમેશ્વરે પણ ડે.સીએમ તરીકે લીધા હતા શપથ

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી કુમારસ્વામી સાથે કોંગ્રેસના જી. પરમેશ્વરે પણ ડેપ્યુટી મુખ્યમંત્રી પદ માટે શપથ લીધા હતા. જોકે, વિધાનસભામાં શક્તિ પરીક્ષણ દરમિયાન ભાજપના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. ત્યારબાદ સત્તાધારી ગઠબંધને સરળતાથી બહુમત સાબિત કરી દીધું હતું. એક અઠવાડિયું પસાર થયું હોવા છતાં પણ મંત્રી પદો માટે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે કોઇ સમાધાન થયું નથી.

રાહુલ ગાંધી અમેરિકા જતા પહેલા ઉચ્ચનેતાઓને સોંપી જવાબદારી

બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની માતા સોનિયા ગાંધીને મેડકલ ચેકઅપ માટે અમેરિકા લઇ જતા પહેલાં પાર્ટીના નેતા ગુલામ નબી આઝાદ, અહમદ પટેલ અને અશોક ગહેલોતને જેડીએસ સાથે મંત્રી પદની વહેંચણીની જવાબદારી સોંપી છે. જેને લઇને આઝાદના ઘરે સોમવારે સાંજે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે બેઠક થઇ હતી. જોકે, આ બેઠકનું કોઇ પરિણામ ન નીકળી શક્યું.

બંને પક્ષોના નેતાઓની થયેલી બેઠકમાં કંઇ પરિણામ ન આવ્યુંઆ બેઠકમાં જેડીએસ તરફથી મુખ્યમંત્રી કુમારસ્વામી, દાનિશ અલી અને એચડી રેવન્ના તથા કોંગ્રેસ તરફથી ગુલામ નબી આઝાદ, અહમદ પટેલ, ડીકે શિવકુમાર, મલ્લિકાર્જુન ખડગે, સિદ્ધરમૈયા, કેસી વેણુગોપાલ અને જી પરમેશ્વર હાજર રહ્યાં હતા. બેઠક પછી જેડીએસના નેતા દાનિશ અલીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, બંને પક્ષો એક-બે દિવસમાં સર્વસંમતિ બનાવી લઇશું.
Published by: Ankit Patel
First published: May 29, 2018, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading