Congress Jan Jagran Abhiyan: મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસ કરશે ‘પદયાત્રા’, કાર્યકર્તાઓ ગામડાઓમાં રહેશે, પ્રભાતફેરી કાઢશે

મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસનું અભિયાન 14 નવેમ્બરથી શરુ થશે. (ફાઈલ ફોટો)

Congress Jan Jagran Abhiyan: પાર્ટી મહાસચિવ વેણુગોપાલે જાણકારી આપી કે પાર્ટી 14 નવેમ્બરથી લઈને 29 નવેમ્બર સુધી જન જાગરણ અભિયાન ચલાવશે. કોંગ્રેસ કાર્યકર્તાઓ પદયાત્રા કરશે અને રાત્રે ગામડામાં રહેશે.

  • Share this:
    નવી દિલ્હી. કોંગ્રેસે (Congress) જન જાગરણ અભિયાન હેઠળ મોંઘવારી સામે મોટા પાયે પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. 14 નવેમ્બરથી શરુ થનારા અભિયાનમાં પાર્ટીના કાર્યકર્તા ગાંધી ટોપી પહેરીને પદયાત્રા કરશે. પાર્ટીના AICC મુખ્યમથકમાં બુધવારે કોંગ્રેસ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે જણાવ્યું કે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તા પ્રભાતફેરી કાઢશે. હાલ તો કોંગ્રેસ દેશભરમાં સદસ્યતા અભિયાન ચલાવી રહ્યું છે.

    પાર્ટીની પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ, રણદીપ સિંહ સુરજેવાલા અને કે.સી. વેણુગોપાલ સામેલ થયા. આ દરમ્યાન પાર્ટી મહાસચિવ વેણુગોપાલે જાણકારી આપી કે પાર્ટી 14 નવેમ્બરથી લઈને 29 નવેમ્બર સુધી જન જાગરણ અભિયાન ચલાવશે. તેમણે કહ્યું કે અમે મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને દેશભરમાં પેટ્રોલ પંપ પર પણ વિરોધ દર્શાવ્યો. કોંગ્રેસ કાર્યકર્તા પદયાત્રા કરશે અને રાત્રે ગામડામાં રોકાશે. ત્યારબાદ સવારે પ્રભાતફેરી કાઢવામાં આવશે. પાર્ટી મહાસચિવે જણાવ્યું કે તેઓ 12 નવેમ્બરથી 14 નવેમ્બર સુધી વર્ધામાં કાર્યક્રમ કરશે.

    મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કહ્યું કે પાર્ટી પોતાનો અવાજ લોકો સુધી પહોંચાડશે. બુધવારે તેમણે કહ્યું કે જે રીતે દેશની અર્થવ્યવસ્થા બગડી છે, આ દેશના પરિવારોને પોતાનું બજેટ બેલેન્સ કરવામાં પણ મુશ્કેલી ઊભી થઈ છે. તેમણે કહ્યું કે અનેક સમસ્યાઓ છે અને અમે તેને લઈને આગળ જશું. પૂર્વ સીએમએ કહ્યું, ‘અમને વિશ્વાસ છે કે અમે અમારો અવાજ જનતા સુધી પહોંચાડી શકશું.’

    આ પણ વાંચો: Afghanistan મુદ્દે અજીત ડોભાલની અધ્યક્ષતામાં આજે NSAની બેઠક, ચીન અને પાક સામેલ નહીં થાય

    કોંગ્રેસે ઓક્ટોબરમાં એક પખવાડિયાનું જન જાગરણ અભિયાન શરુ કરવાની જાહેરાત કરી હતી. પ્રવક્તા સુરજેવાલાએ પાર્ટીના ટોચના નેતાઓ સાથે બેઠક બાદ આ જાહેરાત કરી. ખાસ વાત એ છે કે સંસદના શિયાળુ સત્ર પહેલા જ પાર્ટીએ અભિયાનનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાર્ટીએ ધારાસભ્યો, સાંસદો અને ટોચના નેતાઓને વોર્ડ અને પંચાયત સ્તરે લોકો સુધી પહોંચવા કહ્યું છે.

    આ પણ વાંચો: PMએ કેદારનાથની જે ગુફામાં ધ્યાન કર્યું હતું, ત્યાં હવે હોટેલ જેવી સુવિધા મળશે, જાણો ભાવ

    શિયાળુ સત્રમાં પણ કોંગ્રેસ ઉઠાવી શકે છે આ મુદ્દાઓ

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું હતું કે તેમની પાર્ટી પેગાસસના કથિત ઉપયોગના મુદ્દાને ઉઠાવશે. કોંગ્રેસના નેતાએ ત્રણ સભ્યોની એક્સપર્ટ પેનલની રચના કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી. સત્ર દરમિયાન કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો પેગાસસના કથિત ઉપયોગ, કૃષિ કાયદા, મોંઘવારી સહિત અનેક મુદ્દાઓ પર સરકાર પર નિશાન સાધી શકે છે.
    Published by:Nirali Dave
    First published: