Congress News: રાજ્યસભામાં સતત સમેટાઇ રહી છે કોંગ્રેસ, 17 રાજ્યોમાં કોઇ સાંસદ નથી
રાજ્યસભામાં દ્વિવાર્ષિક ચૂંટણી પછી કોંગ્રેસ પાસે જે 30 કે 31 સીટો હશે
rajya sabha - રાજ્યસભામાં કોંગ્રેસનો અત્યાર સુધીનો સૌથી ઓછો આંકડો છે. કોંગ્રેસને આશા છે કે દ્રમુક તેને ખાલી થનારી સીટમાંથી એક આપશે. જેથી તેની સ્થિતિ સંખ્યા 31 થશે
નવી દિલ્હી : રાજ્યસભામાં (rajya sabha)આગામી દ્વિવાર્ષિક ચૂંટણી (Election)પછી કોંગ્રેસના (congress)સાંસદોની સંખ્યા ઘણી ઓછી થઇ જશે. પાર્ટી માટે સૌથી વધારે ચિંતાનો વિષય તેના ભૌગોલિક આધાર પર સમેટાઇ જવાનો છે. કોંગ્રેસનું રાજ્યસભામાં 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રતિનિધિત્વ નહીં હોય. માર્ચના અંતમાં રાજ્યસભામાં કોંગ્રેસની સંખ્યા 33 હતી. જ્યારે ચાર કોંગ્રેસી રાજ્યસભા સદસ્ય પહેલા જ સેવાનિવૃત થઇ ચૂક્યા છે. જૂન અને જુલાઇમાં અન્ય 9 સેવાનિવૃત્ત થઇ જશે. ચૂંટણી પછી કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઘટીને 30 થઇ જશે. જે રાજ્યસભામાં કોંગ્રેસનો અત્યાર સુધીનો સૌથી ઓછો આંકડો છે. કોંગ્રેસને આશા છે કે દ્રમુક તેને ખાલી થનારી સીટમાંથી એક આપશે. જેથી તેની સ્થિતિ સંખ્યા 31 થશે
પંજાબમાં પરાજય પછી રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદોની સંખ્યા ઘટી જ્યારે આમ આદમી પાર્ટીના સભ્યોની સંખ્યામાં વધારો થયો. હવે કોંગ્રેસની પાસે ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓરિસ્સા, દિલ્હી અને ગોવાથી રાજ્યસભાનું કોઇ પ્રતિનિધિત્વ રહેશે નહીં. પ્રથમ વખત પૂર્વોત્તરના આઠ રાજ્યોમાંથી કોઇ પ્રતિનિધિ હશે નહીં. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ 2019માં રાજસ્થાન જવા સુધી અસમમાં રાજ્યસભાના સાંસદ રહ્યા હતા.
રાજ્યસભામાં દ્વિવાર્ષિક ચૂંટણી પછી કોંગ્રેસ પાસે જે 30 કે 31 સીટો હશે તેમાં સૌથી વધારે કોંગ્રેસ શાસિત રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ અને કર્ણાટકમાં છે. રાજ્યસભામાં કોંગ્રેસ પાર્ટીના રાજસ્થાન અને કર્ણાટકથી 5-5, છત્તીસગઢથી 4, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતથી 3-3, પશ્ચિમ બંગાળ અને હરિયાણાથી 2-2 સભ્ય રહેશે. આ સાથે બિહાર, કેરળ અને ઝારખંડથી 1-1 સદસ્ય હશે.
કોંગ્રેસની લોકસભામાં પણ આવી જ સ્થિતિ છે. કોંગ્રેસનું હરિયાણા, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરા રાજ્યોમાં લોકસભામાં કોઇ પ્રતિનિધિત્વ નથી. કુલ 53 લોકસભા સભ્યોમાંથી 28 દક્ષિણ ભારતમાંથી છે. કેરળથી 15, તમિલનાડુથી 8, તેલંગાણાથી 3, કર્ણાટક, પુડુચેરેથી 1-1 લોકસભા સાંસદ છે.
આ પણ વાંચો - ભાજપામાં સામેલ થઇ શકે છે શિવપાલ સિંહ યાદવ! આ વાત આપી રહી છે મોટો સંકેત ઉત્તર ભારતમાં ફક્ત પંજાબમાં કોંગ્રેસને 8 સીટો જીતવામાં સફળતા મળી છે. કોંગ્રેસ પાસે અસમમાંથી 3, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળથી 2-2 સાંસદ છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર, હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા, ગોવા અને મેઘાલયમાં 1-1 સાંસદ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર