કૉંગ્રેસ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારમાં ખુશ નથી, મહત્વના મંત્રાલય માંગ્યા

News18 Gujarati
Updated: December 28, 2019, 5:08 PM IST
કૉંગ્રેસ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારમાં ખુશ નથી, મહત્વના મંત્રાલય માંગ્યા
કૉંગ્રેસ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારમાં ખુશ નથી, મહત્વના મંત્રાલય માંગ્યા

ગૃહ નિર્માણ, ઇન્ડસ્ટ્રી, ગ્રામીણ વિકાસ અને કૃષિ જેવા મંત્રાલયો પર કૉંગ્રેસની નજર છે

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સરકારમાં સામેલ કૉંગ્રેસ (Congress)ખુશ નથી. તેનું કારણ એ છે કે કૉંગ્રેસને લાગે છે કે તેને મહત્વના મંત્રાલય આપવામાં આવ્યા નથી. મહાવિકાસ અઘાડી સરકારમાં કૉંગ્રેસ પણ સામેલ છે.

કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બાલા સાહબ થોરાટે (Balasaheb Thorat) શનિવારે કહ્યું હતું કે કૉંગ્રેસ પાસે હાલ જે મંત્રાલય છે તેના સિવાય તેને કેટલાક વધારે વજનદાર મંત્રાલય જોઈએ. કૉંગ્રેસે એનસીપી અને શિવસેના સામે પોતાની માંગણી રાખી છે.

સૂત્રોના મતે કૉંગ્રેસ કેટલાક મોટા મંત્રાલયો ઇચ્છે છે. ગૃહ નિર્માણ, ઇન્ડસ્ટ્રી, ગ્રામીણ વિકાસ અને કૃષિ જેવા મંત્રાલયો પર કૉંગ્રેસની નજર છે. આમાંથી ઓછામાં ઓછા બે મંત્રાલયો પોતાના ખાતામાં ઇચ્છે છે.

આ પણ વાંચો - સંસદ અને મુંબઈ હુમલા પછી પાકિસ્તાન પર હુમલો કરવા તૈયાર હતી વાયુસેના : ધનોઆ

કૉંગ્રેસ પાસે હાલ જે વિભાગ છે તેમાંથી મોટાભાગના વિભાગોથી જનતા સીધી રીતે કનેક્ટ થતી નથી. આને લઇને મહારાષ્ટ્ર કૉંગ્રેસે દિલ્હી હાઇ કમાન્ડને પોતાની નારાજગી જણાવી દીધી છે. હાઇ કમાન્ડે એનસીપીના સુપ્રીમો શરદ પવારને તેની જાણકારી આપી દીધી છે.

બીજી તરફ એનસીપી નેતા અજિત પવારે કહ્યું હતું કે પાર્ટી નેતૃત્વ મહારાષ્ટ્ર સરકારમાં તેના સામેલ થવા પર નિર્ણય કરશે. 30 ડિસેમ્બરે મંત્રીપરિષદનો વિસ્તાર થશે. 30 ડિસેમ્બરે મંત્રીપદના શપથ લેવાની સંભાવના વિશે પુછવા પર પવારે કહ્યું હતું કે મેં આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. હું પાર્ટી નેતૃત્વના નિર્દેશનું પાલન કરીશ.
First published: December 28, 2019
વધુ વાંચો
अगली ख़बर