નવી દિલ્હી : કોંગ્રેસ (Congress)ના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ ગુરુવારે પાર્ટીના સીનિયર નેતાઓને રસ્તાઓ પર ઉતરવાની સલાહ આપી. સોનિયા એ નેતાઓ સામે પણ નિશાન સાધ્યું જે પાર્ટી છોડીને ચાલ્યા ગયા.
સોનિયાએ કહ્યું કે, લોકતંત્ર ખતરામાં છે અને જનાદેશનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. એવામાં હવે સોશિયલ મીડિયા (Social Media) પર આક્રમક થવું પૂરતું નથી. તેઓએ કહ્યું કે, જે લોકો હાલમાં પાર્ટી છોડીને ગયા છે તેઓએ પોતાનું અસલી ચરિત્ર દર્શાવ્યું છે.
સોનિયા ગાંધીએ પાર્ટીના સીનિયર નેતાઓને કહ્યું કે, આજે લોકતંત્ર ખતરામાં છે. સૌથી ખતરનાક અંદાજમાં જનાદેશનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્વતંત્રતા સેનાનીઓ તથા ગાંધી, પટેલ, આંબેડકર જેવાન જેતાઓના સાચા સંદેશાઓને ખોટી રીતે ઉપયોગ કરી પોતાના નાપાક એજન્ડા પૂરા કરવા માંગે છે.
સોનિયા ગાંધીએ બેઠકને સંબોધિત કરતાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીની પાસે એજન્ડા હોવો જોઈએ અને માત્ર સોશિયલ મીડિયા પર સક્રિય રહેવું પૂરતું નથી.
આપણે વધુ સારું કરવાની જરૂર
આ બેઠકમાં નેતાઓએ અર્થવ્યવસ્થામાં ચાલી રહેલી મંદી વિશે પણ ચર્ચા કરી. સોનિયાએ કહ્યું કે, દેશની આર્થિક સ્થિતિ ખૂબ ગંભીર છે. નુકસાન વધી રહ્યું છે. સામાન્ય લોકોનો આત્મવિશ્વાસ હલી ગયો છે અને સરકાર જે કંઈ પણ કરી રહી છે તે વધતા નુકસાનથી ધ્યાન હટાવવા માટે અભૂતપૂર્વ પ્રતિશોધની રાજનીતિમાં સામેલ છે.
તેઓએ કહ્યું કે, આપણે વધુ સારું કરવાની જરૂર છે. આપણા માટે હવે લોકોની પાસે જવું સૌથી મહત્વપૂર્ણ છે.
મહાત્મા ગાંધીની 150મી જયંતી અને એજન્ડા પર 'આરએસએસ જેવા પ્રેરકો'ની મેગા ઇવેન્ટની સાથે, સોનિયા ગાંધીએ પાર્ટીના સીનિયર નેતાઓની એક બેઠકની અધ્યક્ષતા કરી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષનો પદભાર ગ્રહણ કર્યા બાદ પહેલીવાર સોનિયાએ મોટી બેઠક કરી.